Abtak Media Google News

સંતોમહંતો સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

વાંકાનેર ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા  મચ્છુ માતાજીના પટાગણમાં આજે નવમાં સમુહ લગ્નોત્સ યોજાયા હતા. જેમાં ભરવાડ સમાજની ૬૬ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ સમુહ લગ્નોત્સવમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ સહિત અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લાના વાંકાનેર ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા સતત નવમાં વર્ષે  સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૬૬ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ સમુહ લગ્રોત્સ માં  ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. ઘનશ્યામપુરીએ દિપ પ્રાગટય કરી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા તો સાથોસાથ સમુહ લગ્ન ઉત્સવ માં ફાળો આપનાર દરેક દાતાઓ નું ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજે ૨૦ હજાર જેટલા ભરવાડ સમાજના લોકો ઉમટી પડ્યા હતા સમૂહ લગ્નોત્સવ માં ભરવાડ સમાજ ના ધર્મ ગુરુ તેમજ અનેક સંતો મહંતો અગ્રણીઓ સાંસદ મોહનભાઈ કુંડારિયા, કવાભાઈ ગોલતર, માત્રભાઈ મુંધવા, રૈયાભાઈ મુંધવા, જયેશભાઈ ગોલતર, મોરબી જિલ્લ નોડલ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, વાકાનેર નાત પટેલ ગેલાભાઈ ડાભી, નાગલધામ ગ્રુપ ના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, વિભાભાઈ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભુંડીયા સાહેબએ કર્યું હતું સમગ્ર સમૂહ લગ્ન સફળ બનાવવા શ્રી વાંકાનેર ગોપાલક સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ હીરાભાઈ બાંભવા સહિત સમિતિના હોદ્દેદારો તેમજ સમાજનાયુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.