Abtak Media Google News

આખરે આ દેશમાં રાજયાસન કોનું? સિકંદરનું ? સમ્રાટ અશોકનું? ગૌતમ બુઘ્ધનું? શ્રી રામનું? રાજયાધીશનું? કે પછી પ્રજાનું?

આપણા દેશમાં નદીઓનાં ઘોડાપુરજેમ પરિવર્તન ધસમસતું આવી રહ્યું છે. મહારાણા પ્રતાપના ચેતક પર કેસરિયા કરવા નીકળેલા યોઘ્ધાની જેમ પુરપાટ ઝડપે ક્રાંતિ-ઉત્ક્રાંતિ ચોમેર પથરાઇ જ જશે એવો માહોલ દ્રષ્ટિગોચર થઇ રહ્યો છે.

આ બધું વિનાકારણ બની રહ્યું છે એવું નથી જ

ચુનંદા અભ્યાસીઓનો મત છે કે, આગામી મહિનાઓમાં આ દેશમાં મોંધવારી અને નાણાભીડ બેકાબુ બનવાના સંકેતો છે, અને કસકસર અનિવાર્ય બની શકે તેમ છે.

અભ્યાસીઓ તો એટલે સુધી કહે છે કે, મોંધવારી છેક ચબુતરા છેક ચબુતરા સુધી અને ગૌશાળાઓ સુધી પહોંચશે અને ગામડાઓમાં નિર્ધાર કરી લેવાયેલાં ‘આણાં’ના અવસરોને રદ કરાવીને પુન: મુર્હુતો કઢાવવાની અતિ દોહયલી ફરજ પાડશે!

હાલની સ્થિતિ તો એવી છે કે આગામી મહિનાઓમાં મોંધવારી  હાહાકાર મચાવશે. જે તદન રાંક એવા ગરીબો તથા કબુતરો ભુખે મરવા જેવા દોજખામાં ધકેલશે! કામચોરી હવે નહિ ચાલે પળેપળ સાવધાન રહેવું પડશે અને આજનાં કામ આવતીકાલ ઉપર નહીં મુકી શકાય.

દેશની સ્થિતિ બેહદ વિસ્ફોટક છે.

લોકસભાની ચૂંટણીએ રાજકીય માહોલને વણસાવ્યો છે. વાણીની હિંસા વર્તનમાં વ્યાપી જવાની શકયતાને નકારતી નથી એવા પગલા લિધા વિના છુટકો નથી.

મહાત્મા ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે મનુષ્ય પોતાની ઉન્નતિ માટેનો સંઘર્ષ અને સિઘ્ધિઓના ગલગોટા ખીલવવા માટેનો ઉધમ આવતીકાલ માટે રહેવા દઇ શકે નહિ એ જ રીતે દેશની સમસ્યાઓના ઉકેલની અને દેશના નવનિર્માણની બાબતને ભવિષ્ય માટે રહેવા દઇ શકે નહીં.

કોઇને દુ:ખી જોવા માટે જાળા ગુંધવામાં સમય વેડફવો એ તો અજ્ઞાન છે. અહંકાર એના મુળમાં હોઇ શકે છે. વેરઝેર પણ હોઇ શકે. સ્વાર્યનો અંધાપો પણ હોઇ શકે….

આપણી ભીતરમાં દુર્યોધન, ધૃતરાષ્ટ્ર પલાંઠી વાળીને બેસી ગયા હોવાનો પણ સંભવ છે….

બીજાને દુ:ખી કરવામાં સમય વેડફો અનુ ખુદના કર્મયોગને કાલ ઉપર રાખો તો તે કેમ ચાલે?

યુધિષ્ઠિત રાજા બન્યા પછી એકવાર મહેલની અગાશીમા ઉભા હતા ત્યાં એક બ્રાહ્મણે નીચેથી ભિક્ષામ દે કહી એમની સામે હાથ ધર્યો, યુધિષ્ઠિરે કહ્યું મહારાજ, આજે હું ઉતાવળમાં છું કાલે આવજો, હું તમને અચુક દાન આપીશ.

આ સાંભળી  જરા દુર ઉભેલા ભીમે એકદમ ઢોલ વગાડી દાંડી પીટી. યુધિષ્ઠિરે એની પાસે જઇ હાથ પકડી લીધો અને કહ્યું, એ ગાંડા આ શું કરે છે?આ શું કરે છે? હમણાં નગરના બધા લોકો ભેગા થઇ જશે.

ભીમે કહ્યું, મારે નગરનાં બધા લોકોને ભેગા જ કરવા છે.

યુધિષ્ઠિરે પૂછયું – કેમ?

લોકોને મારી એક અદભૂત વાત કહેવી છે., આનંદના સમાચાર આપવા છે કે આપના મહારાજ યુધિષ્ઠિરે કાલ પર વિજય મેળ્યો છે.

યુધિષ્ઠિરે કહ્યું – હું વળલ કાલ પર વિજય કેવી રીતે મેળવવાનો હતો?

ભીમે કહ્યું, મોટાભાઇ ! તમે પેલા બ્રાહ્મણને આવતીકાલે દાન આપવાની વાત કરીને? એનો અર્થ એ થયો કે આવતીકાલ સુધી તમે આ બ્રાહ્મણ બન્ને જીવવાના જ છો એની ખાતરી છે.

યુધિષ્ઠિર શરમિંદા પડી ગયા અને તેમણે તરત જ પેલા બ્રાહ્મણને પાછો બોલાવી દાન આપ્યું.

જે કામ આજે કરવાનું છે એ આવતીકાલ પર મુલત્વી રાખીને આપણે કાં તો આપણી આળસને પોષણ આપીએ છીએ અથવા તો આપણા આત્મવિશ્વાશને નબળો પડવા દઇએ છીએ. આવતીકાલનો ભરોસો કેવી રીતે રાખી શકાય?

પ્રમાદી માણસની આવતીલકા કયારેય આવતી નથી. સમજુ અને શાણા માણસો આજનું કામ આવતીકાલ પર મોકુફ રાખતા નથી. ઘણા માણસો આળસ કે પ્રમાદ ને કારણે પોતાની તબિયતની પણ કાળજી લેતા નથી. ડોકટરને આજે બતાવવા જઇશ. કાલે જઇશ, એમ કરતાં શરીરને રોગ ફેલાતો જ જાય અને હાથે કરીને વધુ પરેશાની ભોગવે છે અને અંતે મૃત્યુના મુખમાં ધકેલાતા જાય છે.

મનુષ્યનું જીવન પણ અલ્પ અને ક્ષણભંગુર છે. ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે હે માનવ ! એક ક્ષણભંગુર છે. ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે હે માનવ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. પ્રત્યેક ક્ષણ તું જાગૃત રહેતો જા. આપણે જીંદગીમાં દરેક ક્ષેત્રમાં સફળ થવું હોય તો કામને ઠેલવા કરતા આજે અને અત્યારે જ કાર્યની શુભ શરુઆત કરીએ કે લિયોન્સ નામના વિદ્વાન કહે છે, ગઇકાલે કેન્સલ થયેલો ચેક છે, આવતીકાલે પ્રોમીસરી નોટ છે. આજ એ રોકડ રકમ છે. એને શાણપણથી વાપરો! જે લોકો સમય સાથે તાલ મેળવવામાં નિષ્ફળ નીવડે છે તેમનું જીવન સંગીત કયારેય મધુર બજતું નથી. સમય ચુકનારને જીવનમાં ઘણું ગુમાવવું પડે છે.

કવિ પ્રેમાનંદ વિશે એક એવી વાત પ્રચલીત છે કે તેઓ એક સાધુના ચમત્કારી આશીર્વાદથી કવિશકિત પ્રાપ્ત કરી શકવાના હતા. એમના ગામના મંદિરમાં એક રાત માટે ઉતરેલા આ સાધુએ પ્રેમાનંદને બીજા દિવસે સવારે પાંચ વાગે મળવા બોલાવ્યા હતા પણ પ્રેમાનંદ મોડા પડયા. સમય થતાં સાધુ ચાલ્યા ગયા.

હવે કાશ્મીર સળગે છે, ત્યારે ચાણકય નીતિનો એ સિઘ્ધાંત પણ નજર સામે ઉપસી આવે છે. દેશની સીમા પર આવેલા રાજયોમાં લધુમતિની બહુમતિ ન જ થવા દેવાય અને એની સરદહ પરના પડોશી દેશને ગમે ત્યારે કરી શકાય એવી વિદેશ નીતી ઘડવી જોઇએ.

ચીનની ભારત સાથેની વિદેશી નીતિ ચાણકયનીતિનો જ ખ્યાલ આપે છે. ભારતે સતર્ક રહ્યે જ છુટકો છે!

૭૦ કરોડ ગરીબો દરીદ્રો મનુષ્ય  તો છે જ પણ મનુષ્ય બધે જ સરખો છે એ સનાતન સત્યને હવે અસત્ય ઠેરવી દેવાયું છે.

કોઇ બીજા માટે માગતું નથી જે કાંઇ શુભ છે તે મારુ એકલાનું જે કાંઇ સુખ છે તેય મારું એકલાનું છે… હરિ મંદિરોમાં પણ કેવું એકલાનું જ બધું કરી લેવાય છે અને અવાજ ઉઠતો નથી એની સામે !

સહુનો ભુનકતુ અને સહ વિર્યમ કરવા વહેની પ્રાર્થના ગઇકાલની કે ગત સૈકાઓ યુગોની બની ચુકી છે.

ભારતીય સંસ્કૃતિ તો ધર્મના પ્રાણ સમી છે એનો મંત્ર વસુધૈવ કુટુમ્બકમ છે. આખું વિશ્વ એક કુટુંબ જ છે. આખા વિશ્વની માનવજાત એક સંપે રહે, એક સરખી સુખી રહે, એક જ સરખું સુખે ભોગવે અને એક બીજાના સાથ સહકારમાં રહે!

આખી સૃષ્ટિના જીવો-પશુ પંખીઓ પ્રાણીઓ અને પરમેશ્વર સર્જેલા હુ કોઇ ફાલે ફુલે….

આગામી મહિનાઓમાં કારમી મોંધવારી અને નાણા ભીડના ચક્રવાનો સામનો કરવામાં જે કાંઇ જરુરી બને તેમાં જોડાય એ માનવ માત્રનો ધર્મ ગણાશે!

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.