Abtak Media Google News

મારામારીમાં આઠ ઘવાયા: ત્રણ મહિલા સહિત ૧૯ સામે નોંધાતો ગુનો

શહેરમાં જુદા-જુદા સ્થળોએ મારામારીના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક મહિલા સહિત સાત ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં પેડક રોડ પર મઝરર સ્કુલ પાસે રગડાની રેકડી ધરાવતા ઘનશ્યામસિંહે સામાપક્ષે નરેશભાઈ સીતાપરા પાસેથી પાણીની મોટર ખરીદી હતી. જે બાબતે ઘનશ્યામસિંહે તેની બાજુમાં તેનાથી સસ્તા ભાવે મોટર મળતી હોવાનું જણાવતા બંને વચ્ચે બોલાચાલી બાદ નરેશભાઈ સીતાપરાએ ઘનશ્યામસિંહ ઝાલાને ધકકો માર્યો હતો. જે બાબતનો ખાર રાખી ઘનશ્યામસિંહના પુત્રો હરદેવસિંહ ઝાલા અને આકાશસિંહ ઝાલાએ આવી માથાકુટ કરતા સામ-સામે બઘડાટી બોલી હતી. જેમાં હરદેવસિંહ ઝાલા અને આકાશસિંહ ઝાલાએ ધોકા વડે હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે નરેશભાઈએ સળિયા વડે હુમલો કરતા ત્રણેય ઘવાયા હતા.

જયારે અન્ય બનાવમાં મુળ વાંકાનેર જેપુર ગામે રહેતા અને બામણબોર પાસે કનૈયા હોટલ ધરાવતા સંજયભાઈ બાબુભાઈ ત્રબતાણીએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કાળુ ગમારા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ચાના પૈસાની બાબતે માથાકુટ કરી ચારેય શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરતા સંજયભાઈ ત્રબતાણીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુમાં શિતલ પાર્ક પાસે મોચીનગરમાં રહેતા રાજેશભાઈ ભગવાનજીભાઈ પાડલીયા (ઉ.વ.૪૭) ‚ા.૪૫૦૦૦ની બાબતે અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા અકરમ ઈકબાલ કિડીયાએ આધેડને વધુ ઉઘરાણીની માંગ કરી જામનગર રોડ પર ભોમેશ્ર્વર પાસે આવેલા બગીચા પાસે બોલાવી તેમના પર અકરમ કિડીયા, બાપુ, નારુ અને નરુએ ધોકા-પાઈપ અને બેટ વતી માર મારતા આધેડને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ નારું નામના શખ્સની અટકાયત કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.

અન્ય બનાવમાં રેલનગર અવધ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ કેશુભાઈ ઝાલા નામના વૃદ્ધને અગાઉ પણ સમાજના ‚પિયા બાબતે અશ્ર્વિન કિશોર વાણીયા સાથે માથાકુટ હોય જે બાબતનો ખાર રાખી ગતરાત્રે અશ્ર્વિન વાણિયા, રવિ વાણીયા, જયશ્રીબેન વાણીયા, કીંજલબેન વાણીયા, પાર્વતીબેન વાણીયા, મનોજ વાઘેલા અને ‚પેશ લધેર સહિતના શખ્સોએ લક્ષ્મણભાઈના ઘરે જઈ લક્ષ્મણભાઈ તથા તેમના પત્નિ અને તેમના સંબંધી તિનીશભાઈ પર ધોકા પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે અલગ-અલગ પાંચ ફરિયાદો પરથી ત્રણ મહિલા સહિત ૧૯ શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.