Abtak Media Google News

ઠેર ઠેર રસ્તા પર ઢોરના અડીંગા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી

બે ચાર દિવસ ઢોર પકડવાના નાટક કરી ફરી જૈસે થે…

ઢોરની સમસ્યા અંગે નક્કર અને કાયમી ઉકેલ જરૂરી

જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી રસ્તાઑ ઉપર ઢોર નો ત્રાસ યથાવત સ્થિતિ માં જોવા મળે છે તેમ છતાં તંત્રના પેટ નું  પાણી હલતું નથી. જામનગર ના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર જાહેર માર્ગોપર ઢોર ના અડિંગા જોવા મળે છે ઢોર ને ડબે પુરવાની  કામગીરી તંત્ર દ્વારા નાટકીય રીતે કરવા માં આવે છે આ બાબતે કોય નક્કર કાર્યવાહી સતાધીસો દ્વારા કરવામાં આવતી નથી.

Dsc 0092

જામનગર શહેર માં આ અગાઉ પણ અનેક વખત ઢોર ના જાહેર માર્ગો પર અડીગા ના કારણે અકસ્માતો સર્જાયા છે અને હાલ પણ જાહેર માર્ગોપર રસ્તાઑ રોકી ને અડીગો જમાવીને ઉભેલા ઢોર ના કારણે અકસ્માત સર્જવાનો ભય રહે છે. જામનગર ના મહત્વ ના ગણાતા એવા વિસ્તારો પંચેશ્વર ટાવર રોડ , ચાંદી બજાર સર્કલ , ખંભાળિયા ગેટ , પવનચકી , ગુરુદ્વારા રોડ , જી.જી હોસ્પિટલ , તીન બતી સર્કલ , દિપક ટોકિઝ રોડ, નાનક પૂરી સહિત ના વિસ્તારોમાં ગાયો અને ખૂટીયાના અડીગા જોવા મળે છે જામનગર ની એસ્ટેટ શાખા ની રસ્તા ઉપર રખડતા ઢોર ને પકડવાની કામગીરીમાં તંત્ર સાથે મિલી  ભગત હોય તેવું જણાય છે સમગ્ર શહેરમાં ગાયઑ એ રસ્તાઓપર ખૂલેઆમ અડીગા જમાવીયા છે અનેક વખત ઢોરના ત્રાસ ના કારણે અકસ્માત સર્જાતા રહે છે તેમ છતાં તંત્ર ના એસ્ટેટ શાખાના અધિકારી ઑ હજુ કોની રાહ માં છે ? શું સતાધીશો ને રસ્તાઑ પર ઠેર ઠેર ગાયો ના ઉભેલા ઘેરા નથી દેખાતા ? કે પછી તંત્ર દ્વારા રોડ રસ્તાઑ  પર રહેતો ઢોર નો ત્રાસ શહેરીજનો માટે ની કાયમી સમસ્યાનો કોય ઉકેલ જ નથી ?

Dsc 0083

અત્રે નોધનિય છે કે જામનગર એ સ્માર્ટસિટી કહેવાય છે તેમ છતાં શહેરમાં જાહેર માર્ગો પર ઢોર નો ત્રાસ યથાવત સ્થિતિ માં છે તંત્ર દ્વારા ઢોર ને ડબે પૂરવાની કામગીરી કરવા માં આવતી નથી અથવાતો માત્ર અને માત્ર  કાગળો ઉપર ચાલતી હોય તેવું શહેર માં હાલ ના તબકે જાહેર માર્ગો પર રખડતા ઢોર ના ત્રાસ ને જોતાં લાગે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.