Abtak Media Google News

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૨૮ સ્થળે રીક્ષા સ્ટેન્ડ સીટી બસ સ્ટોપને નડતર‚પ થઈ રહ્યા છે. જેના કારણે સિટી બસની આવક સતત ઘટી રહી છે. રીક્ષાવાળાઓ સીટી બસના મુસાફરો ખેંચી જતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

શહેરમાં કેકેવી ચોક સર્કલ, ઈન્દિરા સર્કલ, જિલ્લા પંચાયત, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણબાગ, રૈયા ચોકડી, નાણાવટી ચોક, રામાપીર ચોકડી, જંકશન રેલવે સ્ટેશન, જંકશન પોલીસ ચોકી સામે, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારીયા ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, મોચી બજાર પાસે આઈપી મિશન સ્કુલ નજીક, હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી, હનુમાનમઢી ચોક, નાગરિક બેંક ચોક, લીમડા ચોક, હુડકો પોલીસ ચોકી પાસે, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, પોપટપરા બસ સ્ટોપ, સુર્યમુખી હનુમાનજીના મંદિર પાસે રાજનગર ચોક, બજરંગવાડી સર્કલ અને લાખના બંગલા પાસેનું સિટી બસ સ્ટોપ જયાં મુસાફરોની અવર જવાર વધુ રહેતી હોય છે. દરમિયાન અહીં રીક્ષવાળાઓ પડયા પાથર્યા રહેતા હોવાના કારણે તેઓ મુસાફરોને ખેંચી જાય છે જેના કારણે સિટી બસને નુકસાની વેઠવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.