Abtak Media Google News

ચોટીલા વિસ્તાર માં સાથણી ની જમીનો સરકાર દ્વારા ફાળવવામાં આવી

ચોટીલા ના છેવાડે આવેલ પરબડી ગામે સાથણી ની જમીન નો કબ્જો સોંપવાની કામગીરી જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશે પરબડી ગામે રૂબરૂ જઈ ને ચિઠ્ઠીઓ નાખી ને લાભાર્થીઓ ને જમીનનો કબ્જો સોંપવાની કામગીરી કરતા લાભાર્થીઓ માં આનંદ ની લાગણીઓ છવાઈ ગઈ હતી.

ચોટીલા તાલુકા માં 2006 માં દાર્થની ની જમીન સોંપવાની કામગીરી હાથ ધરાયા નું જાણવા મળેલ છે.પરંતુ કોઈ અન્ય કારણસર જમીન ની ફાળવણી નહિ થતા જિલ્લા કલેકટરશ્રી એ પરબડી ગામ ના આગેવાનો અને લાભાર્થીઓ સાથે મિટિંગ યોજી ને પારદર્શક કામગીરી ની ખાત્રી આપીને કામગીરી વેગવંતી બનાવી હતી.

Vlcsnap 2018 04 30 14H24M37S549આ અંગે પ્રાતઃ અધિકારી શ્રી.વી.ઝેડ.ચોહાણ સાહેબ ની યાદી અનુસાર મોણપર ના 125 કંથારીયા 67 આણંદ પુર(ભાડલા)59 આકડીયા ના 93 પરબડી ના 164 મળીને કુલ.508 જેટલા લાભરથીઓ ની સનખ્યાં છે.

જિલ્લા કલેકટરશ્રી એ હાજર રહીને જે વિસ્તારમાં ઓછી જમીન હોય અને લાભર્થીઓ વધુ હોય તો તેઓની વચ્ચે ચિઠ્ઠીઓ નાખી જમીન ના કબ્જાની સોંપણી કરવામાં આવી હતી.જેમાં પરબડી ગામેં 55 થી વધુ લોકોને જમીન ના કબ્જા ની સોંપણી કરવામાં આવી હતી.

આ કામગીરી બે માસ ની અંદર પૂર્ણ કરવાનો ધ્યેય છે.તેવું તંત્ર પાસે થી જાણવા મળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.