Abtak Media Google News

ચોટીલાના હાઇવે તથા ડુંગર તળેટીમાં યાત્રિકો ની અવર જવર વધી

ચો એટલે ચારેબાજુ અને ટીલા એટલે પર્વત…આમ ચારેબાજુ ડુંગરાઓ , પહાડો હોવાના કારણે ચોટીલા નામ પડ્યું. આ જગ પ્રસિધ્ધ યાત્રાધામ એટલે ચંડ મુંડ નામના રાક્ષસો ને હણનારા માતા ચામુંડા માં જ્યાં બીરાજમાન છે તે ચોટીલા.

ચોટીલા ના માતા ચામુંડા નો મહીમા અપરંપાર છે અને દર વર્ષે આસો માસ ચૈત્ર માસ ની નવરાત્રિ દર મહીના ની પૂનમ , રવીવાર , મંગળવાર અને ધાર્મિક તહેવારો માં લાખો માઇભક્તો માતા ના ચરણો માં શીશ ઝુકાવે છે.

ત્યારે ચૈત્રી નવરાત્રિ ના નવલા નોરતા શરૂ થતાં જ માઇ ભક્તો દર્શને ઉમટી રહ્યાં છે જેના કારણે સમગ્ર હાઇવે તથા ડુંગર તળેટી વિસ્તાર માતા ચામુંડા ના જયજયકાર થી ગુંજી રહ્યો છે.

ખાસ કરીને સંધ્યા આરતી સમયે ચામુંડા માતાજી ની દેદીપ્યમાન અને તેજોમય મૂર્તિ માં થી તેના ભક્તો પર જાણે કે મા અમી વરસાવતા હોય તેવું અલૌકિક દ્રષ્ય જોવાં મળતું હોય છે.

ભલભલા નાસ્તિક લોકો પણ માતા સમક્ષ નત મસ્તક બની શીશ ઝુકાવી તેમના આશીર્વાદ લેતાં હોય છે.ત્યારે ચૈત્રી નોરતા શરૂ થતાં જ ગુજરાત , સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યો ના ભક્તજનો નું ચોટીલા માં આગમન શરૂ થયું છે.જ્યારે ધર્મ જાગરણ સમન્વય સંસ્થા ના હોદેદારો કાર્યકરો દ્વારા ચામુંડા માતાજી ડુંગર ની અંદાજે છ કિ.મી.ની પ્રદક્ષિણા શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી હતી.

ચોટીલા ના ચામુંડા માતાજી ના પરચાઓ અપરંપાર છે. તેના ભક્તો ની મનોકામના પુર્ણ કરનાર મા ચામુંડા અનેક જ્ઞાતિઓ ના કુળદેવી છે.અને હજજારો ભક્તો ના દુ:ખ , મુશ્કેલીઓ અને વિકટ સંકટ મા ની કૃપા થી દુર થાય છે.ત્યારે ચૈત્રી નવરાત્રિ ની ડુંગર ઉપર ભાવભેર ઉજવણી થઇ રહી છે.

ચૈત્રી પૂનમે બે લાખથી વધારે માઇભક્તો દર્શનાર્થે આવશે

ચૈત્રી નવરાત્રિ બાદ ચૈત્રી પૂનમે પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ બે લાખ ઉપરાંત માઇભક્તો રાજ્ય તેમજ અન્ય રાજ્યો માં થી મા ના દર્શન નો લહાવો લેવા ઉમટશે.જેની આગોતરી તૈયારીઓ અત્યારે જ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.