Abtak Media Google News

૭ એકર જમીનના ૨૨ વર્ષ જૂના કેસમાં પ્રાંત અધિકારી જશવંત જેગોડાનો ચુકાદો

અમરગઢ ગામના ૩૭ (૨)ના કેસમાં અંદાજીત રૂ.૯ કરોડની કિંમતની જમીનને સરકારી ઠેરવી દેવામાં આવી છે. ૭ એકર જમીનનો આ કેસ છેલ્લા ૨૨ વર્ષથી ચાલ્યો આવતો હતો જેમાં આજરોજ પ્રાંત અધિકારી જશવંત જેગોડાએ મહત્વનો નિર્ણય લઈને ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ તાલુકાના અમરગઢ (ભીચરી) ગામે સર્વે નં.૩/૨, ૪૨/૨, ૨૨૩/૨ની ૭ એકર ૨૦ ગુઠા જમીનનો કેસ છેલ્લા ૨૨ વર્ષથી ચાલ્યો આવતો હતો. જેમાં અરજદાર પ્રભાતભાઈ આહિર અને વિભાભાઈ આહિરે એવો દાવો કર્યો હતો કે, રાજા-રજવાડા વખતથી તેઓના વડીલો આ જમીનમાં ખેડાણ કરતા હતા જેથી આ જમીન તેઓની માલીકીની ગણવાની રહે છે. ૨૨ વર્ષ જૂના આ કેસમાં પ્રાંત અધિકારી જશવંત જેગોડાએ આજે ચુકાદો આપીને અરજદારોની માંગણી રદ્દ કરી જમીનને સરકારી ઠેરવી આપી છે.

નોંધનીય છે કે, અમરગઢ ગામની આ ૭ એકર જમીનની અંદાજીત કિંમત રૂ.૯ કરોડ આંકવામાં આવી રહી છે. આ જમીનનો છેલ્લા ૨૨ વર્ષથી ચાલ્યો આવતો ૩૭/૨ના કેસમાં પ્રાંત અધિકારી જશવંત જેગોડાએ જમીનને સરકારી ઠેરવવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.