Abtak Media Google News

પાણી ભરાવા, ગટર ઉભરાવી અને તૂટેલા રોડ-રસ્તા અંગે રજુઆત કરવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે આતંકવાદી જેવો વ્યવહાર: પોલીસે બળપ્રયોગ કરી અટકાયત કરતા અનેક ભારે હંગામો: મહિલાઓની મર્યાદા પણ વિસરાઈ

ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્ને અવાજ ઉઠાવવો જાણે અપરાધ બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ શહેરભરમાં પાણી ભરાવવા, ગટર ઉભરાવી અને તૂટી ગયેલા રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્ને આજે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ રજુઆત કરવા આવેલા કોંગી નેતાઓ અને કાર્યકરો સાથે પોલીસે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવતા અનેક કાર્યકરો થઈ ગયા હતા. મહિલાઓની મર્યાદા પણ પોલીસ વિસરી હતી. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિત ૧૯ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.ગત માસે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરભરમાં પાણી ભરાવવા, ગટરો ઉભરાવી, તૂટેલા રોડ-રસ્તા, મહાપાલિકાના કામોમાં વ્યાપક ગેરરીતિ, જોખમી વૃક્ષો અને ઈમારત સહિતના પ્રશ્ર્ને ગત ૨૬મી જુનના રોજ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગ્રેસે મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપના શાસકોએ તમામ અધિકારીઓને છાનેખૂણે એવા આદેશ આપ્યા છે કે કોંગ્રેસના વોર્ડ અને કોંગ્રેસના નેતાઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં કામગીરી શ‚ ન કરવી તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ દ્વારા મહાપાલિકાની સેન્ટ્રલ કચેરીમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરો મહાપાલિકા કચેરીમાં પ્રવેશતાની સાથે જ પોલીસે બળપ્રયોગ શ‚ કરી દેતા ભારે ઝપાઝપી થઈ હતી. પોલીસે કોંગી કાર્યકરો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો હોવાનો અને મહિલાઓની પણ મર્યાદા ન રાખી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા અનેઉપનેતાએ લગાવ્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીમાં અનેક લોકોના સોનાના દાગીના અને મોબાઈલ ગુમ થયા હતા. ભાજપના શાસનમાં લોક પ્રશ્ર્ને પણ અવાજ ઉઠાવવો જાણે અપરાધ બની ગયો હોય તેવો માહોલ આજે મહાપાલિકા કચેરીમાં જોવા મળ્યો હતો. પોલીસે બળપ્રયોગ કરી કોંગી નેતાઓને ધકકા મારી પીસીઆર વાનમાં પુરતા અનેક કાર્યકરો થઈ ગયા હતા. વિપક્ષી નેતા વશરામ સાગઠીયા જાણે કોઈ તોફાની તત્વ હોય તે રીતે પોલીસે તેને પીસીઆર વાનમાં સાકળથી બાંધી દીધો હતો. ઝપાઝપીમાં હેંમત વિરડા નામના કોંગી કાર્યકરને હાથમાં ઈજા થતા થઈ ગયો હતો તો પ્રભાત ડાંગરને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડી જતા તાત્કાલિક ૧૦૮માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.ભારે વરસાદ બાદ રાજકોટની હાલત એક ગામડાથી પણ બદતર બની ગઈ છે ત્યારે લોક પ્રશ્ર્ને અવાજ ઉઠાવનાર કોંગી નેતાઓ અને કાર્યકરો સાથે પોલીસે ભાજપના ઈસારે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો હતો અને ૧૯ લોકોની અટકાયત કરી હતી.  ૧૯ કોંગ્રી નેતાઓની અટકાયત

કોની કોની અટકાયત અટકાયત

વશરામ સાગઠીયા,ઘનશ્યામસિંહ જાડેજા,વિજય વાંક,નિલેશ મારૂ,ભગવાન ધાંગરા,મનસુખ કાલરીયા,સંજય અજુડીયા,મયુરસિંહ જાડેજા,જગદિશ સખીયા,યુવરાજસિંહ ઝાલા,બળવંતભાઈ છાંટબાર,મયુર માલવી,રણજીત મુંધવા,ભાવેશ લુણાગરીયા,હેંમત વિરડા,મનિષાબા વાળા,ભાર્ગવ પઢીયાર,કનકસિંહ જાડેજા,પ્રભાતભાઈ ડાંગર

વીઆઈપી એન્ટ્રી ગેઈટ પર કોંગ્રેસની તાળાબંધી

ભારે વરસાદ બાદ શહેરભરમાં પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, ખખડધજ રસ્તાઓ, જોખમી બિલ્ડીંગો સહિતના પ્રશ્ર્ને ૧૦ દિવસ પહેલા રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી. જેમાં મહાપાલિકા કચેરીએ તાળાબંધી કરવાની હતી. જો કે કોંગી કાર્યકરો તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે તમામને દબોચી લીધા હતા. પોલીસની નજર ચુકવી કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સંજય અજુડીયા અને કોંગી અગ્રણી કનકસિંહ જાડેજા મહાપાલિકાના પાર્કિંગમાં આવેલા વીઆઈપી એન્ટ્રી ગેટ કે જયાંથી મ્યુનિ.કમિશનર પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરે છે ત્યાં તાળાબંધી કરી દીધી હતી. બીજી તરફ કોંગ્રેસ ફરિયાદ નિવારણ સેલના પ્રમુખ રણજીત મુંધવાએ પણ બીજા માળે તાળાબંધી કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.