Abtak Media Google News

સ્ત્રીએ લક્ષ્મણરેખા વળોંટી, પુરૂષ સંસ્કાર ભૂલ્યો, ગુરૂઓ ધર્મ ભૂલ્યા, નેતાઓ-સજકર્તાઓ કર્મ ભૂલ્યા, મંદિર-સંસ્કૃતિએ એના ધર્મકર્મની ખેવના કરી નહિ વિદ્યાલયો-વિદ્યાધામો સરસ્વતીનાં મંદિરો મટી ગયા અને મતિભ્રષ્ટતએ માઝા મૂકી… કળિયુગને આવવા માટેન બધાજ દરવાજા ખૂલ્લા મૂકી ગયા…

રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને આ બધું કહીને કમસેકમ વિવાહના અવસરને આ બધાથી મૂકત રાખવા વિનવવા પડે તો નવાઈ નહીં !

દેશ અને દુનિયા આખી માનવજાતના સુખ શાંતિ માટે શ્રી ભાગવત સપ્તાહની સુખકર્તા-દુ:ખહર્તા કથાનું રસપાન કરે છે તે અવસરે વિદ્વાન કથાકારશ્રી સુકદેવજીનાં સ્મરણ સાથે પહેલુ વાકય ઉચ્ચારે છે કે, વેદ વાંચવો સહેલો છે પણ કોઈની વેદના વાંચવી અને ભાગવત્ ભગવાનના તમામ સ્કંધોનાં રહસ્યો સમજાવી દેવા એ બંને બેશક અધરા છે જો એ બેઉ આવડી જાય તો ઈશ્ર્વર મળી જાય !

તમે તમારા સ્વભાવ ઉપર કાબુ રાખતા શીખી લો તો બીજા પણ તમારા કાબુમાં રહેતા થઈ જશે…

જિન્દગીનો કપરો સમિય વોંશિંગ મશીન જેવો હોય છે. એ આપણને ગોળ ગોળ ધૂમાવે, નિચોવી નાખે અને પટકી છે. પરંતુ એ આપણને સ્વચ્છ, ઉજળા અને પહેલા કરતા વધારે સ્વચ્છ અને પહેલા કરતાં વધારે સરસ બનાવીને બહાર લાવે છે…

ભાગવત સપ્તાહ શ્રોતાને નખશીખ સ્વચ્છ થઈ જવામાં મદદ કરે છે, અને મંદિરનાં ગર્ભગૃહ જેવા પવિત્ર અને નિર્મળ થવામાં પણ સહાયભૂત થાય છે.

કળિયુગ આપણા ઘડપણને અનુભવની ખાણ વડે સમૃધ્ધ બનાવે છે. અને સાચા જીવતરનાં સરનામાં શોધી આપે છે.

કળિયુગમાં ઘડપણ સુખી બને એ માટેનો એક શ્રેષ્ઠ ઉપાય સત્સંગ જ હોઈ શકે !

ઘડપણ દુ:ખોનું જંકશન ગણાયું છે. અને સારી તંદુરસ્તીને ઘડપણનું હિલસ્ટેશન ગણવામાં આવે છે. અઝિમ પ્રેમજી, બીલ ગેટસ કે મુકેશ અંબાણીને ઘડપણમાં તેમના અબજો રૂપીયા સુખી કરી શકતાં નથી. તેમની કંપનીમાં કર્મચારીઓની સંખ્યા દશ વીશ હજાર ભલે હોય પણ તેમના દેહમાં રકતકણની સંખ્યા ઓછી હશે તો કર્મચારીઓ તેમના રકતકણની પૂર્તિ કરી શકશે નહી. કંપનીના નફાનું પ્રમાણ ગમે તેટલું ઉંચું હોય પણ દેહમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી ગયું હશે તો દેહની ફેકટરીને લથડતા વાર નહી લાગે.

પહેલુ સુખ તે જાતે નર્યા એ કહેવત વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, આજ પર્યત અમે પણ એમ જ માનતા હતા. પણ એ કહેવત અધૂરી જણાય છે. જાત તો ભિખારીની ય નરવી હોય શકે. શું તેની ગણતરી સુખી માણસમાં થઈ શકે. તાત્પર્ય એટલુંજ, શરીરે, સ્વભાવે, અને પ્રતિષ્ઠાથી જે સુખી હોય તેજ સાચો સુખી !

તો સુખ આખરે છે કયાં ? કંઈક એવું સમજાય છે કે સુખ એક પ્રકારનું ગ્રુપ સકસેસ છે. સુખ સારૂ શરીરકે સારો સ્વભાવ હોવા માત્રથી મળી જતું નથી. સુખનો ગુલદસ્તો એ તમામ સદગુણો ભેગા થવાથી બને છે. માણસ જે સ્થિતિમાં મનથી સુખ અનુભવે તે સાચું સુખ હોય છે.

આપણે ત્યા પુત્ર માટે લોકોન તીવ્ર ઝંખના રહેતી હોય છે. પરંતુ પુત્ર હોવા માત્રથી સુખ પ્રાપ્ત થઈ જતુ નથી. જમવા બેઠલો દીકરો મા-બાપના દુ:ખની વાત ફોન પર સાંભળી ભાણેથી ઉઠીને તેમની પાસે દોડી જાય તો એ મા-બાપ ભાગ્યશાળી ગણાય. દીકરાઓને સાથે રાખવા કે અલગ તે બાબત ઘણીવાર ચર્ચાય છે. સત્ય એ છે કે દીકરાઓ સજજન હશે તો દૂર રહેતા હશે તો પણ માવતરની કાળજી લેશે. અને દુર્જન હશે તો સાથે રહેતા હશે તોય પાણીનો પ્યાલોય નહી આપે.

સંતાનો સાથે રહે કે અલગ તેનું મહત્વ નથી. તેઓ દિલમાં રહે છે કે માત્ર વિલમાં રહેવા માંગે છે. તેનું મહત્વ છે. પ્રત્યેક નવદંપતી સંતાન ઝંખતું હોય છે. પણ સંતાનો હોવા એ આપોઆપ સુખનો ગેરેન્ટીકાર્ડ બની જતો નથી.

અહી એવો સવાલ ઉઠી શકે કે, અત્યારે તો કળયુગ છે એમ આપણી ભાગવત કથા કહે છે, અને એની સાથે સાથે જ એવો સવાલ જાગે છે કે, આ કળયુગના અસંખ્ય અનિષ્ટો, દુરાચારો, હેવાનિયત, અધર્મો અને હળાહળ મતિભ્રષ્ટતા તો આપણે જાણી લીધા છે.

આજે રૂક્ષ્મિણી વિવાહનો માંગલ્યભીનો અવસર છે. મહારાણી રૂક્ષ્મિણીએ શ્રી કૃષ્ણને એવીવિનવણી કરવી જ પડશે કે, આજના શાપિત અને દુષ્ટતમ આરંગઝેબોને આપણે દેટવટો આપવો પડશે અને તેમને નામશેષ કરવા જ પડશે.

આપણી ભાગવત કથાનો સારાંશ આજ હોવો જોઈએ. શુકદેવજીની કથામાં જે કાંઈ કહેવાયુું હતુ તે બધું જ થવું જોઈએ.

‘અબતક’ એ જે વિશ્ર્વબંધુત્વના ધ્યેય સાથષા આ ભાગવત કથા આયોજી છે તે ધ્યેય પૂર્ણપણે સિધ્ધ હો, એમ આજના રૂક્ષ્મિણી-શ્રી કૃષ્ણ વિવાહના અવસરે કોણ નહિ પ્રાર્થે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.