વડીયાના કૃષ્ણપરા ઢોળવા નાકા વિસ્તારની આંગણવાડી જર્જરિત હાલતમાં

83

તંત્ર જાગે અને દેશના ભાવિ સમાન નાના ભુલકાઓની આંગણવાડીનું નવનિર્માણ થાય તેવી લોકમાંગ ઉઠી

વડિયાના કૃષ્ણ પરા ઢોળવા નાકા વિસ્તારમા આવેલ આંગણવાડી જીવના જોખમે બેસતા નાના-નાના ભુલકાઓ માત્ર ચાર વર્ષ પહેલાં નવનિર્માણ થયેલ આંગણવાડી જર્જરિત હાલતમાં સંચાલિકા બહેનના જણાવ્યા મુજબ જ્યારે આંગણવાડી અમોને સોંપવામાં આવી ત્યારે જ નબળી હતી એવું નથી કે તંત્ર ને ખ્યાલ નથી ખુદ પ્રાંતઅધિકારી આ જર્જરિત આંગણવાડી ની વિઝીટ લીધેલ છે… તેને એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે છતાં પણ તંત્ર ના પેટનુ પાણી હલતું નથી શુ તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જુવે છે ? પ્રગતિશીલ ગુજરાતમાં નાના ફુલકાઓની આગણવાડીમા “બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિત” ના બેનરો જર્જરિત આંગણવાડી મા જોવા મળે છે…શુ આજ છે પ્રગતિશીલ ગુજરાત જીવના જોખમે નાનાં ફુલકાઓ જર્જરિત આંગણવાડીમાં ભણી રહયા છે…સ્લેબમાંથી ખરતી માટી અને સ્લેબ થી છૂટી પડેલ વચ્ચેની દિવાલના જીવના જોખમો વચ્ચે દેશનું ભાવિ નાનાં ફુલકાઓ આગળ વધી રહયા છે…જો કે આ અંગે અનેક વખત ઉચ્ચ અધિકારીઓને લેખીત રજુઆત કરવામાં આવેલ છે પણ બેધ્યાન તંત્ર જાગેતો થાય તેવું જણાઈ રહ્યું છે…

ઉલ્લેખનીય છેકે કેન્દ્ર નં-૯૧ ની આંગણવાડી વિસ્તારના વાલીઓનું કહેવું છે કે આ આંગણવાડી જર્જરિત છે…અમો અમારા બાળકોને જીવના જોખમે કેમ અહીં મોકલી… માત્ર સુરક્ષાના બેનરો લગાવેલા છે…અહીં કોઈજ સુરક્ષા દર્શાતી નથી…તેડાગર રસોઈ બનાવતા હોઈ તો સ્લેબ માંથી માટીઓ ખરતી હોઈ તેવા દ્રષ્યો નજરે દર્શાઇ રહયા છે…આ સ્લેબ અને વચ્ચેની દીવાલ ક્યારે ખાબકે તે કહી શકાય નહીં…અમારા બાળકો અહીં ભણવા આવ્યા હોય તો અમારા મનમાં અનેક સારાનરસા વિચારો સતાવે છે…તંત્ર જાગે અને દેશના ભાવિસમાન નાના ફુલકાઓની આ આંગણવાડી નું નવનિર્માણ થાય તેવી આ વિસ્તારના લોકોની માગ ઉઠી છે…

Loading...