Abtak Media Google News

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનાં અધ્યક્ષ સ્થાને રાજકોટ સિટી રોડ સેફટી કમિટીની બેઠક મળી.

રાજકોટ સીટી રોડ સેફટી કમિટિની બેઠકમાં અધ્યક્ષસનેી સંબોધતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું કે ઝડપી વિકાસ પામતા રાજકોટ શહેરમાં માનવીની વ્યકિતગત અકસ્માત (ફેટલ)ની ઘટનાઓનો આપણે સહીયારા પુરૂર્ષાી ઉત્તરોતર ઘટાડો કરવાની નેમ છે. આ બેઠકમાં અધિક પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રી પણ  ઉપસ્તિ રહીને ટ્રાફિકના નિયમો સબંધી પણ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યુ કે રાજકોટ શહેરમાં ટ્રાફિક સરળતાી ચાલે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ચોકના ચાર રસ્તાઓના સ્ળોએ ૩૦ મીટર સુધી ટ્રાફીકને અડચણ કે અવરોધ રૂપ કોઇ દબાણો રાખી શકાશે નહી. ટ્રાફીક સમસ્યા હળવી કરવા માટે રાજકોટમાં હાલ ૧૧ ટ્રાફિક સિગ્નલો છે. તેમાં વધારો કરીને ૪૦ ટ્રાફિક સિગ્નલો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. શહેરમાં ૪૦ સ્ળોએ લેફટ ટર્નીગ કરાશે અને સ્ટોપ લાઇન થતા ઝીબ્રા ક્રોસિંગની કામગીરી પણ સર્વે કરીને હાથ ધરવામાં આવશે. એકસીડન્ટ ઝોનમાં સાઇન બોર્ડ લગાડવામાં આવશે.

પોલીસ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં વય જુથ અઠવાડીયાના દિવસો અને તેના સમય દરમિયાન થતા ટ્રાફિક અને ફેટલ, નોન ફેટલ  અકસ્માત અંગે કરાયેલા એક વિશ્લેષણની વિગતો આપતા પોલીસ કમિશ્નરે જણાવ્યુ કે રાજકોટમાં નવાગામ,  આજી ડેમ,  સરધાર અને બેડીપરા ચોકી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનોના વધુ અકસ્માતો થતા જોવા મળેલ છે. આ ચાર જગ્યાએ ફેટલ અકસ્માતો નિવારવા ધ્યાન કેન્દ્રીત કરીને પગલાઓ લેવામાં આવશે. ફેટલ એટલે કે વ્યકિતગત અકસ્માતમાં મૃત્યુ થતા ઇજાઓ યુવા પેઢીમાં એટલે કે વર્ષ ૨૧ થી ૩૦ અને ૪૦ વયજુમાં જોવા મળેલ છે.

આ ટુ વ્હીલરના અકસ્માતો શહેરના વિવિધ વિસ્તારોમાં શનિ, રવિ અને બુધવારે સાંજના સમયે યેલા હોવાનું તારણમાં જણાયેલ અને આ માટે વિસ્તારો પણ સુનિશ્ચિત કરાયેલ છે.  વ્યકિતગત અકસ્માતોનો ઘટાડો થાય તે માટે પોલીસ અને આરટીઓ અને અન્ય ખાતાઓ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાશે. સરકારી કર્મચારીઓ અને શાળા કોલેજોના વિર્દ્યાીઓ ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરે તે માટે સુનિશ્ચિત કરાશે.

આ માટે શાળા કોલેજોમાં પોલીસ ટીમો જઇને પ્રિન્સીપલોના સંપર્ક કરાશે અને જવાબદારીઓ સોંપાશે.પોલીસ કમીશ્નર અગ્રવાલે ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેરમાં ટ્રાફીકના નિયમન અંગે અસરકારક કામગીરી કરી શકાય તે માટે તેમના અધ્યક્ષસને દર મહિનાના ત્રીજા શુક્રવારે રાજકોટ સીટી રોડ સેફટી કમીટીની બેઠક બોલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.