Abtak Media Google News

આવાસ યોજનાનાં ફોર્મ ૩૧મી જુલાઈ સુધીમાં પરત કરવાનાં રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં વન બેડ હોલ કિચનનાં ૨૧૭૬ આવાસ બનાવવામાં આવનાર છે. જેનાં માટે ગત ૧લી જુલાઈથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ૩૮,૫૦૦ ફોર્મ ઉપડયા છે. અરજદારોએ ૩૧મી જુલાઈ સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટઘર ૧, ૨ અને ૩ અંતર્ગત શહેરમાં ૨૧૭૬ આવાસ બનાવવામાં આવનાર છે. વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા પરીવારોને વન બેડ હોલ કિચનનું આવાસ માત્ર રૂા.૩ લાખમાં આપવામાં આવશે. ગત ૧લી જુલાઈથી સ્માર્ટઘર આવાસ માટે આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખાઓ અને કોર્પોરેશનનાં ૬ સિવીક સેન્ટરો ખાતે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ૩૮,૫૧૨ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ૩૧મી જુલાઈ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે અને આ અરજદારે જે જગ્યાએથી ફોર્મ લીધું હશે ત્યાં જ ૩૧મી સુધીમાં પરત કરવાનું રહેશે. આગામી ૨ થી ૩ માસમાં ટુ બેડ અને થ્રી બેડનાં આવાસ માટે પણ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.