Abtak Media Google News

થ્રિલીંગ મેચમાં છેલ્લા બોલે ચેન્નઈએ રાજસ્થાનને પછાડયું

આઈપીએલની કારકિર્દીમાં મહેન્દ્રસિંહ ધોનીએ ૧૦૦મી જીત હાંસલ કરી સફળ સુકાની નિવડયો હતો. ત્યારે ૧૦૦મી જીતમાં જ મી.કુલે જાણે ગરમી પકડી હોય તેવું લાગ્યું હતું. ડ્રેસીંગ રૂમમાંથી બહાર આવી અમ્પાયર સાથે વિવાદ કર્યો હતો. જેમાં આઈપીએલ દ્વારા તેને દંડીત પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કુલ છે અને તે કોઈ દિવસ ગરમ થતો નથી પરંતુ એવી તો શું ઘટના ઘટી કે તેને ગરમી પકડવી પડી.

આઈપીએલ ૨૦૧૯ની ૨૫મી મેચમાં મીચલ સેન્ટનરે છેલ્લા બોલે છગ્ગો મારી ચેન્નઈ સુપર કિંગ્સને સીઝનની છઠ્ઠી જીત અપાવી હતી. આ સાથે જ એમ.એસ.ધોની આઈપીએલમાં ૧૦૦ મેચ જીતનાર પ્રથમ સુકાની બન્યો છે. ચેન્નઈએ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પણ વધુ મજબૂત થયું છે કે જે ૭ મેચમાંથી ૬ મેચ જીતતા ૧૨ પોઈન્ટ ધરાવે છે. એવી જ રીતે રાજસ્થાન રોયલ્સની ટીમની પાંચમી હાર છે. રાજસ્થાને રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવી ૧૫૧ રન કર્યા હતા. જેમાં રોયલ્સની ઈનીંગસની શ‚આતથી જ નિયમીત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે બેંગ સ્ટોકસે સર્વાધીક ૨૮ રન કર્યા હતા. જયારે જોશ બટલરે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. જોફરા આર્ચર અને શ્રેયસ ગોપાલે છેલ્લા ૧૦ બોલમાં અણનમ ૨૫ રનની ભાગીદારી કરી ટીમને ફાઈટીંગ ટોટલ સુધી પહોંચાડી હતી. જેમાં ગોપાલે ૭ બોલમાં ૧૯ અને આર્ચરે ૧૨ બોલમાં ૧૩ રન નોંધાવ્યા હતા.

કેપ્ટન કુલની ૧૦૦મી જીતની સાથો સાથ રવિન્દ્ર જાડેજાએ પણ ૧૦૦ વિકેટ ઝડપનાર પ્રથમ લેફટ આર્મ સ્પીનર બન્યો છે. જેમાં રવિન્દ્ર જાડેજા, દિપક ચહર અને સાર્દુલ ઠાકુરે ૨-૨ વિકેટ ઝડપી હતી. જયારે મેચમાં એક વિવાદ પણ ઉદ્ભવીત થયો હતો. જયારે ચેન્નઈને ૩ બોલમાં ૮ રનની જ‚ર હતી ત્યારે સ્ટ્રાઈક પર મીચલ સેન્ટનર હતો તે સમયે સ્ટોકસના કમર ઉપરના ફૂલ ટોસને અમ્પાયરે નો બોલ આપ્યો હતો પરંતુ લેગ અમ્પાયરે બ્રુકસ ઓકસન્ફર્ડે કોઈ સીગ્નલ ન આપતા અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો હતો. જેમાં ગુસ્સેથી ભરાયેલા કેપ્ટન કુલ મેદાનમાં આવી ગયો હતો અને આ અંગે દલીલ પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.