Abtak Media Google News

કામદારો, શ્રમિકો અને નાના વેપારીઓને રૂ.૧૦ હજાર આપી સ્કૂલ-કોલેજોની ફી માફ કરવાની સરકાર સમક્ષ માંગ

હાલ સમગ્ર દેશ કોરોનાની મારી સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે આ એક પ્રકારે સરકાર માટે ચિંતા નો વિષય બની જવા પામ્યો છે. થોડા દિવસથી ગુજરાતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ સાજા થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે તે ગુજરાત માટે સારા સમાચાર અને સારા સંકેત ગણી શકાય.

સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કોરોનાવાયરસ ફેલતો અટકે તે માટે સતત લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વેપાર-ધંધા અને ખાસ કરીને રોજનું લાવીને રોજનું ખાતા લોકોને પોતાનું નવજીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.

અમુક પરિવારોને પોતાનું ગુજરાન ચલાવું અને ખૂબ કઠિન આર્થિક પરિસ્થિતિ માંથી પસાર થવાનો વારો આવ્યો છે. ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા અને આગેવાનો દ્વારા સ્પીક અપ ઇન્ડિયા સોશિયલ મીડિયા ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કામદારો, શ્રમિકો, નાના વેપારીઓ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એમના ખાતામાં રૂા.૧૦૦૦૦  સરકાર તાત્કાલિક જમાં કરાવે જેથી એમનું જીવન નિર્વાહ ચલાવી શકે તેવી માંગ કરવામાં આવી હતી. સ્કૂલ કોલેજની ૩ થી ૬ મહિના સુધીની ફી માફ કરે. નાના અને મધ્યમ વર્ગમાં ખાતા માં રૂા.૧૦૦૦૦ આપી સીધી સહાય કરવામાં આવે. પ્રવાસી મજૂરોને એમના ઘરે પોહચાડવાની વ્યવસ્થા કરવામાં આવે. આ મુખ્ય ત્રણ ઝોન ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.