Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની ચેરમેન પદની અઢી વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતા આજે ચેરમેન તથા સમિતિના ચેરમેનની રચના કરવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ૩૪ બેઠક પૈકી ૧૧ બેઠક પર ભાજપના સદસ્યો અને ૨૩ બેઠક પર કોંગ્રેસના સદસ્યો ચૂંટાયેલા હતા. પરંતુ અઢી વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતા આજે ચેરમેનની વરણી કરવા અંગેની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના આઠ સદસ્યોની અવગણના થતી હોવાથી ભાજપને ટેકો જાહેર કર્યો હતો.

ચેરમેન પદે ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને ૧૮ અને કોંગ્રેસને ૧૫ મત મળતા કોંગ્રેસના બળવાખોર સદસ્ય બન્યા ચેરમેન હાલ ચેરમેન પદે કોંગ્રેસ ના બળવાખોર સદસ્ય ભાજપ પ્રેરિત ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના અંદરોઅંદરના વિખવાદના કારણે બળવાખોર સદસ્યોએ ભાજપને ટેકો જાહેર કરતા બળવાખોર સદસ્ય બન્યા ચેરમેન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ કોંગ્રેસના યથાવત્ રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.