Abtak Media Google News

ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારીએ સર્વેને ભેગા મળી કામ કરવાની સલાહ આપી

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી નજીક આવતી ગઇ રહી છે તેને કોંગ્રેસ પક્ષ પોતે નબળી સાબિત થઇ હોય તેવું વર્તાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ હજુ સુધી પોતાના ઉમેદવારોની નગર પાલિકામાં ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકી નથી જ છે કે રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જાહેર કરવામાં મિલન અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું વિલંબ અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થઇ જવા પામ્યો છે.નગરપાલિકા ની જવાબદારી સોપલા કાર્યકરો પોતાના કામમાં વ્યસ્ત હોય તે સમયે કોંગ્રેસના નેતા દ્વારા નગરપાલિકા ની જવાબદારી સોંપવામાં આવેલા કાર્યકરોને ટોર્ચર કરવામાં આવતા ફરી એક વખત કોંગ્રેસમાં ખળભળાટ શરૂ થઇ જવા પામ્યો છે ત્યારે ચર્ચાનો દોર યથાવત છે કે કોંગ્રેસે પોતાનું કાર્યલય પણ બદલી નાખ્યું હોય તેવી ચર્ચાએ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસમાં ફરી કકળાટનો દોર યથાવત થઇ જવા પામ્યો છે જિલ્લા પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવા ને હવે છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં કકળાટનો દોર યથાવત થઈ જવા પામતાં રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ત્યારે આ વાતની સમગ્ર માહિતી રાજીવ સાતવે સુધી પહોંચી છે અને રાજીવ સર્વે દ્વારા ભેગા બેસી અને કામ કરવા માટે સલાહ આપવામાં આવી છે.

ભાજપનાં કાર્યાલયે વહેલી સવારથી જ ભીડ, અંદરખાને નામ જાહેર થતાં ‘કહી ખુશી કહી ગમ’

સુરેન્દ્રનગર ભાજપ આજે પોતાના ઉમેદવારોની જાહેરાત બપોરે ૧૨ વાગ્યે સત્તાવાર કરશે તેવી મહત્વની જાહેરાત પ્રદેશપ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ બાબતની જાણકારી ભાજપના નેતાઓએ ટિકિટો માંગી છે તેમને થતાની સાથે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાંથી કાર્યકરો આવી પહોંચ્યા છે અને સૌની નજર જિલ્લા પ્રમુખ જ્યારે આ યાદી જાહેર કરશે તેના ઉપર રહેલી છે ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉથી પણ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે લોકોને ટિકિટ મળી રહી છે તેમને ફોર્મ ભરી નાખવા અને તૈયારીઓ શરૂ કરી દેવા કહેવામાં આવ્યું હોવાની ચર્ચા પણ જારી થઇ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.