Abtak Media Google News

ચોટીલા, સાયલા, ચુડા, નાની મોલડી અને ધજાળામાં આઠ તમંચા અને કટ્ટા સાથે આઠ શખ્સો ઝબ્બે

ગુનો કરવામાં લાયસન્સવાળા હથિયાર કરતા ગેરકાયદે હથિયાર વધુ સરળ કે ફટાકડી લટકાવવાનો શોખ

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગરમાં દારૂ સહિતના અનેક ગેર કાયદે પ્રવૃતિ ફાલી ફુલી છે. ચાલુ વાહને કિંમતી માલ સામાનની ચોરી સહિતના ગંભીર ગુના અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગરના ચોટીલા, સાયલા, ચુડા, નાની મોલડી અને ધજાળા ખાતેથી તમંચા અને કટ્ટા સહિત આઠ હથિયાર સાથે આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ગેર કાયદે હથિયાર તાજેતરમાં જ ઝાલાવડ પંથકમાં હથિયારની ફેકટરી ઝડપાતા મોટી સંખ્યામાં તમંચા અને કટ્ટા તેમજ દેશી બંદુક સહિતના ઘાતક શસ્ત્ર પકડાયા છે. ગેર કાયદે પ્રવૃતિ કરવા માટે લાયસન્સવાળા હથિયાર કરતા ગેર કાયદે હથિયારથી ગુનો કરવો વધુ સરળ રહેતો હોય તેમ ગેર કાયદે હથિયાર રાખવાનું પ્રમાણ વધી ગયુ છે. તો બીજી તરફ હથિયારનું લાયસન્સ મેળવવું અઘરૂ હોવાથી ગેર કાયદે હથિયાર મેળવી ફટાકડી લટકાવવાનો શોખ ધરાવતા શખ્સો ગેર કાયદે હથિયાર ખરીદ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા વિજય લધુ ખવડની દેશી તમંચા સાથે પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને મુળ ઉત્તર પ્રદેશના વતની અને જસદણ ખાતે ડુપ્લીકેટ ચાવી બનાવવાનો વ્યવાય કરતા સરદારજી તારાસીંગ હુકમસીંગ ચૌહાણ પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપતા પોલીસે તેની તમંચા સાથે ધરપકડ કરી છે.

તારાસીંગ ચૌહાણની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને વિજય ખવડ ઉપરાંત સાયલા તાલુકાના લીંબાળા ગામના નાગર ડુંગર મેર કબુલાત આપતા પોલીસે નાગર મેરની તમંચા સાથે ધરપકડ કરી છે.

ચોટીલા તાલુકાના ચીરોડા ભાદર ગામના ભનુ સાગર ખોરાણી નામના શખ્સ મજર લોડ બંદુક સાથે પોલીસે ઝડપી લીધો છે. જ્યારે ખોરાણા ગામના જયંતી વજુ મેટાળીયા નામના શખ્સને રૂા.૫ હજારની કિંમતની દેશી બંદુક સાથે ધરપકડ કરી છે.

ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના ભાભલુભાઇ વાસુરભાઇ ખાચરને તેની વાડમાંથી રૂા.૨ હજારની કિંમતના તમંચા સાથે નાની મોલડી પોલીસે ધરપકડ કરી છે. જયારે ધજાળા ગામના બે શખ્સો બે હથિયાર સાથે ધરપકડ કરી છે.ધજાળા, નાની મોલડી અને ચીરોડા ભાદરના શખ્સોએ કોની પાસેથી હથિયાર ખરીદ કર્યા અને શા માટે ખરીદ કર્યા તે અંગેની પૂછપરછ માટે તમામને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.