Abtak Media Google News

સ્ટોઈનીસ અને રબાડાએ હૈદરાબાદને ઘુંટણીયે પાડયું

આઈપીએલની ૧૩મી સિઝનનો બીજો અને છેલ્લો કવોલીફાયર મેચ દિલ્હી કેપીટલ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો જેમાં દિલ્હીએ હૈદરાબાદને માત આપી પ્રથમ વખત આઈપીએલ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આવતીકાલ એટલે કે ૧૦ નવેમ્બરના રોજ ફાઈનલમાં દિલ્હી મુંબઈ સાથે બાથ ભીડશે. બીજા કવોલીફાયરમાં અનેકવિધ અનઅપેક્ષિત ઘટનાઓ ઘટી હતી જેમાં પ્રથમ તો એ કે દિલ્હીએ ટોસ જીતી પ્રથમ જે બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો તેના ઉપર વિપક્ષી ટીમના સુકાની વોર્નરે અઠાસ્ય કર્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે અબુધાબી ખાતે કોઈપણ ટીમ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કોઈ દિવસ ન લ્યે પરંતુ શ્રેયશ અય્યર દ્વારા જે બેટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તે મુર્ખપણુ કર્યું હોવાનું હૈદરાબાદને લાગ્યું હતું પરંતુ દિવસના અંતે હૈદરાબાદને માત આપી દિલ્હી કેપીટલ્સે પ્રથમ વખત ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ર્ચિત કર્યું છે. દિલ્હી કેપીટલે તેની બેટીંગમાં પણ ઘણાખરા બદલાવો કર્યા હતા જેમાં પૃથ્વી શોને ટીમમાં સ્થાન ન આપતા ધવન સાથે માર્કસ સ્ટોઈનીસને ઓપનીંગ કરાવવામાં આવ્યું હતું જેમાં સ્ટોઈનીસે પ્રથમ બેટીંગ કરતા ૨૭ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું જયારે ધવને ફરી વખત ટીમ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૭૮ રન નોંધાવ્યા હતા ત્યારબાદ શ્રેયશ અય્યર ૨૧ રન, હેટમાયરે ૪૨ રન બનાવી નાબાદ રહ્યું હતું અને ટીમનો સ્કોર ૧૮૯એ પહોંચાડવામાં મદદગાર સાબિત થયા હતા. હૈદરાબાદ તરફથી બોલીંગ કરતા માત્ર સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને રસિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

બેટીંગ કરતા દિલ્હી કેપીટલ્સના ખેલાડીઓને જેસન હોલ્ડરની બોલીંગમાં ૫૦ રન એકત્રિત કર્યા હતા. માનસિક રીતે હૈદરાબાદની પછાડી ટીમ જયારે લક્ષ્યાંકને સિઘ્ધ કરવા મેદાને ઉતરી તો શુકાની ડેવિડ વોર્નર માત્ર ૨ રન બનાવી રબાડાની બોલીંગમાં કિલન બોર્ડ થયો હતો. હૈદરાબાદ તરફથી કેન વિલિયમ્સને સર્વાધિક ૬૭ રન નોંધાવ્યા હતા ત્યારબાદ અબ્દુલ સામદ ૩૩, મનિષ પાંડે ૨૧, પ્રિયક ગર્ગ ૧૭ અને રાસીદ ખાને ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. મેચના અંતિમ સમયમાં દિલ્હી કેપીટલ્સે જયારે આર અશ્ર્વિનને બોલીંગ આપી તે સમયે એ ચિત્ર દેખાતુ હતુ કે કદાચ હૈદરાબાદની ટીમ આ મેચ જીતી જશે પરંતુ રબાડાની ઓવરમાં ૪ બોલમાં ૩ વિકેટ પડતા મેચનું પરિણામ એક તરફી એટલે કે દિલ્હીની તરફેણમાં આવી ગયું હતું.  આવતીકાલે જયારે દિલ્હી ફાઈનલમાં મુંબઈ સામે ટકરાશે ત્યારે પ્રશ્ર્ન એ છે કે ડ્રીમ આઈપીએલનો તાજ કોના શિરે શોભશે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે ૪ વખત આઈપીએલ પોતાના નામે કર્યો છે તો બીજી તરફ પ્રથમ વખત દિલ્હી કેપીટલ્સ ફાઈનલમાં પહોંચ્યું છે. ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે આવતીકાલનો ફાઈનલ મેચ અત્યંત રોમાંચકભર્યો બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.