Abtak Media Google News

સ્વયંભૂ, બિંદુ, સ્થાપિત, ચર અને ગુ‚ એમ પાંચ પ્રકારના શિવલીંગ હોય છે

શિવલીંગ આકાશ‚પ છે લિંગમાં બધા જ ભગવાન અને દેવો છે. શિવલિંગની પુજાથી બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને મુકિત અપાવનાર છે. શિવલિંગના મુળમાં બ્રહ્માજી મધ્યમ વિષ્ણુ ભગવાન અને ઉપર સ્વયં ભગવાન મહાદેવજી બિરાજમાન હોય છે. શિવલિંગનું થાળુ એટલે કે વેદી પાર્વતીજીનું સ્વરૂપ છે. શિવલિંગની પુજા કરવાથી માનસિક સાંસારીક અને શારીરિક શાંતી મળે છે.શિવલિંગની પુજા કરવાથી દરેક પ્રકારે કલ્યાણ થાય છે. શિવલિંગ બ્રહ્માંડનું જ સ્વ‚રૂપ છે.

પાંચ સ્વરૂપના શિવલિંગ હોય છે. સ્વયંભુ લિંગ:- આપો આપ પૃથ્વીમાંથી પ્રગટ થાય છે તે સ્વયંભુ લિંગ કહેવાય છે. બિંદુ લિંગ:- ભાવનામઈ લિંગને બિંદુલિંગ કહેવાય છે. સ્થાપિત લિંગ:- પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવે છે. ચર લિંગ:- શરીરની કલ્પના કરવામાં આવે છે અને ગુરૂ લિંગ:- ગુણોના વિકારોને દુર કરે ગુરુ તે ગુરૂલિંગ ગણાય છે. એક વખતે શ્વેતમુનીએ શિવનું શરણુ લીધુ શિવ ઉપાસના કરી આથી તેમને મૃત્યુનો ડર ન હતો એક વખતે તેને કાળ તેળવા આવે છે તે કહે છે તેમ હવે યમલોક ચાલો પરંતુ શ્વેતમુની શિવરૂપ બની ગયેલા તે કહે છે તું શિવભકતની કસોટી કરે છે. શિવલિંગને બાથ ભરે છે ત્યારે કાળ હશે છે અને શ્વેતમુની તેના પર કોપાઈમાન થાય છે કહે છે હે કાળ તને ધિકકાર છે. ભગવાન બધે જ વ્યય છે અને ત્યારબાદ પરમપિતા મહાદેવજી ત્યાં પ્રગટ થાય છે અને કાળ નિષ્પ્રાણ બની જાય છે. આમ મહાદેવજીની પુજાથી કાળને પક્ષ પાછુ જવુ પડે છે બસ જરૂર છે શ્રદ્ધાની.

શિવપુજા ગ્રંથોના આધારે જોઈએ તો આયુષ્યની વૃદ્ધિ માટે હિરાનું શિવલિંગ, રોગના નાશ માટે મોતીનું શિવલિંગ, લક્ષ્મીની પ્રાપ્તિ માટે માણેકનું શિવલિંગ, સુખ પ્રાપ્તિ માટે પોળરાજનું શિવલિંગ, સર્વ મનોકામના સિદ્ધિ માટે સ્પટિકનું શિવલિંગ, રાજકારણમાં સફળતા મેળવવા માટે ચાંદીનું શિવલિંગ, શત્રુ નાશ માટે લોઢાનું શિવલિંગ અને કળયુગમાં સર્વ સિદ્ધિ માટે પાર્થિવ એટલે કે માટીનું શિવલિંગ પુજા માટે ઉતમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.