Abtak Media Google News

૧૮૨ વિધાનસભા મત ક્ષેત્રોના ૧૦ હજાર ગામડાઓને ભાજપ વિકાસગાથા રથયાત્રા હેઠળ આવરી લેશે: વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તેમજ કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ યાત્રામાં જોડાશે

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી આગામી ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં વિકાસગાથા રથયાત્રા કાઢશે. આ યાત્રા ૧૮૨ વિધાનસભા મત ક્ષેત્રોમાંથી પસાર થશે. ૫ હજાર કિ.મી.માં ૧૦ હજાર ગામડાઓ અને ૮ મહાનગરપાલિકાઓને ભાજપ વિકાસગાથા રથયાત્રા હેઠળ આવરી લેશે.

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે રાજયમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવા ભાજપે તૈયારી શ‚ કરી દીધી છે. વર્ષ ૨૦૧૨માં નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં ૧૨૫ વિધાનસભા મત ક્ષેત્રોને આવરી લીધા હતા.

આ રથયાત્રાની જેમ વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ભાજપ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં વિકાસ ગાથા રથયાત્રાના રૂપે ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

અગાઉ આ રથયાત્રાનો પ્રારંભ ૧૫મી ઓગષ્ટથી કરવાનું ભાજપે નક્કી કર્યું હતું. પરંતુ નોર્થ ગુજરાતમાં પુરની પરિસ્થિતિને લઈ આ યાત્રાનો સમયગાળો ફેરવવામાં આવ્યો છે. રથયાત્રામાં વડાપ્રધાન મોદી ભાજપ પ્રમુખ અમિત શાહ તેમજ રાજય અને કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત સ્ટેટ બીજેપી પ્રેસીડેન્ટ જીતુ વાઘાણી સહિતના જોડાશે.

આ રથયાત્રામાં ૨૫ હજારથી ૨ લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા ભારતીય જનતા પાર્ટી છે. ભાજપે યાત્રાનો રૂટ ચાર ઝોનમાં વહેંચ્યો છે. યાત્રાનું પ્રચાર-પ્રસાર સોશ્યલ મીડિયામાં ભરપુર તાકાતથી થઈ રહ્યો છે. આ મામલે હાલ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.