Abtak Media Google News

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીનો પારો ઉચકાવાની સાથે જ માણસો સહિત પશુ પક્ષીઓ અકળય છે. અમરેલીમાં ગરમીના કારણે સિંહો પણ અકળાયા છે. અને પાણી માટે રઝળપાટ કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અમરેલીના જુનાસાવરની સીમમાં છ સિંહો દેખાયા હતા. આ સિંહો ગરમીના કારણે પાણીની શોધમાં ખેતરમાં રઝળપાટ કરતા હતા. તડકાના કારણે પરેશાન થયેલા છ સિંહો પાણીની શોધમાં નીકળ્યા છે. શેત્રુંજી નદી નજીકના ખેતરોમાંથી છ સિંહો દોડતા જોવા મળ્યા હતા. સિંહો દોડી રહ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.

થોડા દિવસો પહેલા અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક બાર સિહોનું ટોળુ જોવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નાના નાના સિંહબાળોને લઇને સિંહણએ આંબરડી નજીક ધામા નાખ્યા છે. વહેલી સવારે જંગલમાં જતી વેળા રાહદારીઓએ સિંહના ટોળાને મોબાઇલમાં કેદ કર્યું છે.

આ દ્રશ્યને જોઇને સિંહ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક સાથે બાર સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થતો નજરે ચડ્યો હતો. દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહોના ટાળા જોવા મળ્યાનો અદભુત નજારો સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.