Abtak Media Google News

વિદ્યાર્થીઓને વેદ-પુરાણાના મુલ્યો શીખવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા હાલમાં જ લેવાયેલા નિર્ણય મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે “દાદા ના નામથી ચેર શરૂ કરવાનો નિર્ણય થયો. આ ચેર શરૂ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્યો ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ સહિત તમામ સિન્ડિકેટ સભ્યઓએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મુલ્ય શિક્ષણનું આરોપણ થાય, સમાજ ચેતનવંતો બને તેવા કાર્યક્રમો થાય, આપણા મહત્વના ગ્રંથો પછી તે ભાગવત ગીત હોય, જુદા જુદા વેદ અને પુરાણો હોય, તેમાં રહેલા મુલ્યો નવી પેઢીને આપી શકાય તે આ ચેરનું મુખ્ય ઉદેશ્ય રહેશે.

પ્રાથમિક દ્રષ્ટિએ કુલપતિ, ઉપકુલપતિ અને સિન્ડિકેટ સભ્યોને યોગ્ય જણાતા આ પ્રસ્તાવને સિન્ડિકેટમાં મજૂરી અર્થે રજુ કરવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિ અને સમાવિષ્ટ આપણા પવિત્ર ગ્રંથ ગીતાના વિચારો લઇને આધુનિક ભારતમાં પરમપૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો મહત્વનો ફાળો રહ્યો છે. ૧૯ ઓકટોબર ૧૯૨૦ના રોજ જન્મેલા પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી સમગ્ર ભારતમાં શરૂઆતમાં ચાલીને અને ત્યારબાનદ સાયકલ પ્રવાસ ખેડીને લોકોમાં ગીતાના વિચારો દ્વારા પરિવર્તન લાવવાની શરૂઆત કરી. માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેઓએ તેમના પિતા દ્વારા બનાવવામાં આવેલ “શ્રીમદ ભાગવત ગીતા પાઠશાલા માં પ્રવચન આપવાનું શરૂ કર્યુ ૧૯૫૬માં તેઓએ તત્વજ્ઞાન વિદ્યાપીઠ શરૂ કરી. જેમાં અનેક યુવાનોએ જોડાઇને ભારતીય સંસ્કૃતિના અને શ્રીમદ ભાગવત ગીતાજીના વિચારોને સમાજના છેવાડાના માનવી સુધી લઇ જવાનો પ્રયત્ન કર્યો અને સામાજિક પરિવર્તન કરાવી શકયા.

વૈશ્ર્વિક કક્ષાએ ખૂબ જ મહત્વનો મેકસેસ એવોડસ્ પણ તેઓને મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂજય દાદાજીની માનદ ડી-લીટની પદવી એનાયત કરવામાં આવી હતી. હાલમાં દાદાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવાય રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના વિચારો, ગીતાજીના વિચારોના મૂલ્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શરૂ થનાર ચેરમે પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેના નામ સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ કોલેજો અને અધ્યાપકો આ ચેર અંગેનો ખર્ચ વહન કરશે તેવી ખાતરી શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત બારોટે સિન્ડિકેટને આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણીએ પ્રયાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડકેટને આ ચેર ચાલુ કરવા દરખાસ્ત કરી હતી જેને સિન્ડિકેટ સ્વીકારતા ખૂબ ઝડપથી આ ચેર સ્થાપિત જઇ જશે. આ ચેરનો લાભ સંશોધન કરવામાં પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.