Abtak Media Google News

યુરીયાનો પૂરતો સ્ટોક, ખેડૂતોને નહિ પડે ઘટ: ખાતરમાં માંગ સામે ઉત્૫ાદન વધુ

કુલ ખાતરના વપરાશમાં યુરીયાનો હિસ્સો ૭૦ થી ૭૫ ટકા જેટલો દેશમાં ૬૦ ટકા યુરીયાની આયાત કંડલા તથા મુદ્રા બંદરેથી થાય છે

ચાલુ વર્ષે વરસાદનું નિયત સમય કરતાં વહેલું આગમન થયું છે. જગતનાં તાતે વાવણી પણ કરી લીધી છે. ત્યારે વાવેતર માટે ખાતરોની જરૂરીયાત ખુબ ખુબ પ્રમાણમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની માંગમાં અનેક ગણો વધારો જોવા મળે છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ર્નએ ઉદભવીત થાય છે કે ગત વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે કે ધટાડો આ મુદ્દે ખાતરોમાં વેપારીઓ, મંડળીઓ પાસેથી વિશેષ માહિતી મળી હતી અને જણાવ્યું હતું કે, સરકારની ખાતરને લઇ જે નીતિ છે તે અત્યંત સરાહનીય છે. વેપારી લોકોનું માનવું છે કે, ખેડૂતો સૌથી વધુ સરકારી ખાતરનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે, જો કંપનીઓ આયાતી યુરીયા ઉપર નિયંત્રણ રાખવું હોઇ તો કંપનીઓએ યુરીયાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરવું જોઇએ, જે દેશને સીધો જ ફાયદો પહોચાડશે.

વરસાદ વધુ થાય તો એમોનિયમ સલ્ફેટ ખાતરનો વપરાશ વધુ થશે: જે.જે.સોની

Vlcsnap 2020 06 18 17H39M42S243

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લીમીટેડ તથા એગ્રો સર્વિસ સેન્ટરના માર્કેટીંગ વિભાગમાં કાર્ય કરતાં સરકારી અધિકારી જે.જે.સોનીએ અબત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ડીએપી અને એનપીકે ખારતનો સ્ટોક પુરતા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. વધુમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં એનપીકે, સેન્દ્રીય અને વોટર સોલ્યુએબલ ખાતરનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોઇ છે. ભાવને લઇ અધિકારી જે.જે. સોનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં ખાતરોનાં ભાવ સરખા છે. ત્યારે આ વર્ષે એનપીકે અને યુરિયાનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. તેઓનાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જો વરસાદ વધુ થાય તો એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ વધુ જોવા મળશે, અને પોટાસનો પણ વ્યાપ વધશે આ વખતે કંપની દ્વારા પ૦૦ ટન યુરીયા અને ડીએપી ખાતરનો સંગ્રહ કર્યો છે. જેથી આ ખાતરોમાં  સહેજ પણ અછત જોવા મળશે નહિ. તેઓનાં જણાવ્યા અનુસાર યુરીયાની સ્ટોકની સ્થિતિ ગત વર્ષ કરતાં ખુબ જ સારી છે.  સરકારી ખાતરની ગુણવતા અને નિયત ભાવનાં કારણે ખેડુતો સરકારી ખાતરનો ઉપયોગ વધુને વધુ કરતા નજરે પડે છે. જયારે ખાનગી કંપનીઓ ખાતરોનાં વેચાણ વધારવા કમીશનની રમત રમતા હોઇ છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનીક કંપની યુરીયાની માંગને ન પહોંચી વળતા દેશે આયાતી યુરીયા ઉપર મદાર રાખવો પડે છે.

ગ્રેડ ડિફરન્સના કારણે સહકારી ખાતર અન્ય કંપનીઓના ખાતર કરતાં અત્યંત ઉપયોગી: અતુલભાઇ પરસાણા

Vlcsnap 2020 06 18 17H39M21S20

સરદાર ખેતી વિકાસ કેન્દ્રના અતુલભાઇ પરસાણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડી.એ.પી. અને એન.પી.કે. ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાથો સાથ ખેડુતોને આ બન્ને ખાતર માટે અછતનો સામનો નહીં કરવો પડે બીજી તરફ આ બન્ને ખાતરો વાવેતરના સમયમાં ઉપયોગીમાં લેવામં આવે છે. જેનું મહત્વ અનેરૂ છે. ખરીફ પાકમાં ૧૨, ૩૨, ૧૬ ગ્રેડ વાળુ એન.પી.કે. અને ડી.એ.પી. ખાતર વાપરવામાં આવે છે. વૈશ્ર્વિક મહામારીના પગલે જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય હતી. તે બે થી ત્રણ માસમાં ખેડૂતોએ આ ખાતરનો સંગ્રહ સહેજ પણ કર્યો નથી. ગત સાલની સરખામણીમાં આ વખતે ખાતરની માંગમાં રપ થી ૩૦ ટકાનો ધટાડો નોંધાયો છે. તો બીજી તર ગત વર્ષની સરખામણીમાં ભાવમાં સહેજ પણ વધારો થયો નથી. ખેતીના વિકાસ માટે યુરિયાનો પુરતો જથ્થો રહેલો છે. આ તકે અતુલભાઇ પરસાણા કે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ખાતરની માંગ કરતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. કારણ કે ઇફકોના બે પ્લાન્ટ ક્રિફકોના બે પ્લાન્ટ જી.એફ.એસ.સી. ના અને જી.એન.એફ.સી. એક પ્લાન્ટ હોવાથી અનેકગણો વધારો થયો છે.

એવી જ રીતે યુરિયામાં ૬૦ ટકા જેટલો જથ્થો કંડલા અને મુદ્રા પોર્ટ પરથી તેની આયાત થતી હોય છે. જેનાથી દેશ માટે અને રાજય માટે વિકાસના દ્વારા ખુલશે, અંતમાં જણાવ્યું હતું કે સરકારી ખાતર અને સ્થાનીક ખાતરોમાં ગ્રેડ ડિફરન્સના કારણે ખેડુતોમાં સરકારી ખાતર પરનું ચલણ અને વિશ્ર્વાસ અતુટ છે. કુલ ફર્ટિલાઇઝરમાં યુરિયાનો ઉ૫યોગ ૭૦ થી ૭૫ ટકાનો છે જે ખેડૂતોને ઉત્પાદનમાં વધુ કારગત નીવડે છે.

ગત વર્ષની સરખામણીમાં ખાતરોના ભાવમાં નહિવત વધારો: વેલજીભાઇ

Vlcsnap 2020 06 18 17H39M34S168

શ્રી સરદાર જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ના વેલજીભાઇએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ ડી.એ.પી. એ એન.પી.કે. ખાતરનો સ્ટોક પુરતા પ્રમાણમાં જોવા મળે છે. જેથી કોઇપણ પ્રકારની અછત આવનારા સમયમાં જોવા મળશે નહીં. હાલ ખેડૂતો દ્વારા ૧૨, ૩૨, ૧૬ નું એન.પી.કે.  ખાતર અને ૧૮-૪૬ નું ડી.એ.પી. ખાતર ખેડુતો પુરતા પ્રમાણમાં કરે છે. આ તકે લોકડાઉનના સમયમાં ખેડુતો યાર્ડમાં આવેલી મંડળીમાંથી ખાતરની ખરીદી નહીંવત પ્રમાણમાં જોવા મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતો તેમના ગામોમાંથી જ ખાતરની ખરીદી કરતાં નજરે ચડયા છે. જેની સિઘ્ધી અસર યાર્ડમાં આવેલી મંડળી પર પડે છે. ગત વર્ષે ખાતરમાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેની સરખામણીમાં આ વર્ષે ભાવ સામાન્ય છે. જે ખેડુતોને પરવડે છે. સાથે સાથ સરકારની ખેડુતો માટેની જે નીતી છે. તે સરહાનીય છે.

વેલજીભાઇના જણાવ્યા મુજબ આ વખતે યુરીયાની પણ હાજર સ્ટોક હોવાથી તેની પણ ખેડુતોને ધટ જોવા મળશે નહીં. સરકારી ખાતર અનય કંપનીઓના ખાતર કરતાં સારૂ હોવાનું કારણએ પણ છે કે સરકાર તે ખાતરમાં સબસીડી પણ આપે છે. જયારે બીજી તરફ સરકાર દ્વારા બનાવવામાં આવતાં ખાતરોમાં જે પદાર્થનો ઉપયોગ થાય છે. તેનું પ્રમાણ પહેલેથી જ નકકી કરવામાં આવતું હોય છે. જેથી ભેળસેળ નો પ્રશ્ર્ન ઉદભવતો નથી. અંતમાં તેઓએ આયાતી યુરિયા વિશે માહીતી આપતાં જણાવ્યું હતું કે વિદેશથી જે આયાત થાય છે તેનો દાણો મોટો છે. અને સ્થાનીક ઉત્પાદન દ્વારા માંગને સંતોષવામાં ન આવતાં દેશને આયાતિ યુરિયા પર વધુ મદાર રાખવો પડશે.

Vlcsnap 2020 06 18 17H42M21S47

મંડળી માત્ર સરકારી ખાતર સરદારનું જ વેચાણ કરે છે: ઘનશ્યામભાઇ બાલાસરા

Vlcsnap 2020 06 18 17H41M10S98

બેડી જુથ સેવા સહકારી મંડળીના ઘનશ્યામભાઇ બાલાસરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એન.પી.કે. ૧૨-૩૦૦ ખાતરનું જ મંડળીમાં વેચાણ કરવામાં આવે છે. ખેડુતો પણ એન.પી.કે. ખાતરનો જ વધુ ઉપયોગ કરે છે. ખાતરનો હાલ પુરતો જથ્થો છે જેથી ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે. સૌરાષ્ટ્ર અને ખાસ તો રાજકોટની આજુબાજુની ખેતીલાયક જમીન માટે એન.પી.કે. ૧૨-૩૦૦ ખાતર જ યોગ્ય છે. તેમજ છંટકાવ કરવા માટે યુરિયા યોગ્ય છે. ગત વર્ષે એન.પી.કે. ખાતરનો ભાવ ૧૨૧૦ રૂપિયા હતો. આ વર્ષે ૧૧૮૫ રૂપિયા છે. ગયા વર્ષની સરખામણીમાં ખાતરનો ભાવ થોડો ઓછો છે. આ વર્ષે ચોમાસું સમય પહેલા શરૂ થઇ ચુકયું છે. તેનાથી માંડવીનું વાવેતર વધારે પ્રમાણમાં થશે. તેથી એન.પી.કે. નો ઉ૫યોગ વધારે થશે. લોકડાઉનમાં નવું વાવેતર ઓછા પ્રમાણમાં થયું હતું. જેથી મંડળીઓ વેપારીઓ પાસે જે ખાતર નો સ્ટોક પડયો હતો તેનું જ વેચાણ કર્યુ હતું. નવો કોઇ સ્ટોક કર્યો નથી. યુરિયા અને એન.પી.કે. પુરતા પ્રમાણમાં છે. તેવું જણાવ્યું હતું કે ઘનશ્યામભાઇ બલાસરાએ વધુમાં જણાવ્યું હતું કે ખાતરોમાં દર વર્ષે ધીમે ધીમે ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ યુરિયામાં તેવું કશું જોવા મળતું નથી. ખેડુતોના ખાતામાં ધીરાણ જમા થાય છે. અને ખેડુતો રોકડેથી ખાતરની ખરીદી કરે છે પ્રાઇવેટ ખાતરના ગોડાઉનમાં સરદાર આઇપીએલ નર્મદા જેવા ખાતરોનું વેચાણ થતું હોય છે. જયારે સરકારી ગોડાઉનમાં ઇફકો અને ક્રીઈકો જ ખાતરનું વેચાણ થતું હોય છે. સહકારી કંપની અન્ય ખાતરનું વેચાણ થતું હોય છે.

ચાલુ વર્ષની ખાતરોની માંગમાં ૩૦ ટકા જેટલો જોવા મળ્યો ઘટાડો: જનકારભાઇ ઠકકર

Vlcsnap 2020 06 18 17H39M53S36 Copy

બાલાજી ખેતી વિકાસ કેન્દ્રનાં જનકારભાઇ ઠકકરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખાતરોની માંગમાં સરેરાશ ૩૦ ટકા જેટલો ધટાડો જોવા મળ્યો છે. જયારે બીજી તરફ પુરતા પ્રમાણમાં ખાતરોનો સ્ટોક હોવાથી પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો ગત વર્ષની સરખામણીમાં જોવા મળી રહ્યો છે. તેઓનાં જણાવ્યા અનુસાર જે ખાતરની બેગ ગત વર્ષે ૧૪૦૦ રૂપિયામાં મળતી હતી. તે હવે ૧૨૦૦ રૂપિયામાં બેગ મળે છે. આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળતા માંગમાં ધટાડો નોંધાયો છે. તેઓનાં જણાવ્યા અનુસાર ખાતરોને લઇ સરકારની નીતિ ખુબ જ સારી છે અને વિકાસ લક્ષી છે. આ તકે જનકારભાઇએ માહીતી આપતા જણાવ્યું હતું કે, હાલ ખેડુતો એનપીકે, ડીએપી અને ર૦ર૦ એએસપી ખાતરનો ઉપયોગ કરતા હોઇ છે. બીજી તરફ ભાવ ઓછો હોવાથી ખેડુતો રાજીપો પણ વ્યકત કરતા હોઇ છે. હાલ ખેડુતો લોકડાઉનના કારણે ખાતરોની સ્ટોક નથી સ્ટોક નથી કરેલો, પરંતુ જગતનાં તાતએ જરૂરિયાત પ્રમાણે ખાતરોનો ઉપયોગ કર્યો છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારની નીતિ ઘણી સારી છે અને ખેડુતો જે યુરીયાનો સ્ટોક કરતા હોઇ છે તેમાં પણ તેઓને  કોઇ પ્રશ્ર્ન ઉદભવીત થશે નહિ. તેમનાં જણાવ્યા મુજબ જો સ્થાનીક કંપની યુરિયાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરે તો આયાતી  યુરીયાનો વ્યાપ ધટશે અને તેનો સીધો જ ફાયદો દેશને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.