Abtak Media Google News

૧૧૩૧ જેટલા વીજપોલ ધરાશાયી: ૪૭૪ જેટલા ફીડરો બંધ થયા: ૪૦ ટીસી ખોટવાયા

જામનગરનાં ૮૨ તથા પોરબંદરનાં ૮ ગામોમાં પાણી ભરાવાનાં કારણે રીપેરીંગ કામગીરી અટકી

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકહેરથી પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. કુલ ૧૪૯ જેટલા ગામોમાં અંધારપટ સર્જાયો હતો ઉપરાંત ૧૧૩૧ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે અને ૪૭૪ જેટલા ફીડરો બંધ થઈ ગયા હતા. વધુમાં જામનગરનાં ૮૨ તથા પોરબંદરનાં ૮ ગામોમાં મળી કુલ ૯૦ ગામોમાં પાણી ભરાવાનાં કારણે રીપેરીંગની કામગીરી અટકી પડી હતી.

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘકહેર વર્તાય રહ્યો છે જેના કારણે વીજ પુરવઠાને ભારે અસર પહોંચી છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ કુલ ૧૪૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો જેમાં પોરબંદરનાં ૮, જુનાગઢનાં ૧૧૦ અને ભુજનાં ૩૧ ગામોનો સમાવેશ થાય છે. વધુમાં પોરબંદરનાં ૮ ગામ તથા જામનગરનાં ૮૨ ગામ મળી કુલ ૯૦ ગામોમાં તો પાણી ભરાવાનાં કારણે રીપેરીંગની કામગીરી ટલ્લે ચડી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં ૯ વીજપોલ, રાજકોટ રૂરલમાં ૧૦૫, મોરબીમાં ૪૦, પોરબંદરમાં ૧૫૦, જુનાગઢમાં ૭૯, જામનગરમાં ૫૮૯, ભુજમાં ૫૫, અંજારમાં ૫૫ અને સુરેન્દ્રનગરમાં ૬ મળીને કુલ ૧૧૩૧ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. આ સાથે રાજકોટ રૂરલનાં ૫ ટીસી, મોરબીનાં ૨, પોરબંદરનાં ૧૨, જુનાગઢનાં ૬, જામનગરનાં ૧૨ અને બોટાદનાં ૧ અને સુરેન્દ્રનગરનાં ૨ મળી કુલ ૪૦ ટીસી ખોટવાઈ ગયા છે.

વધુમાં જામનગરનાં ૨૬ જયોતીગ્રામ ફીડર, પોરબંદરનો ૧ અને ભુજનાં ૨ મળી કુલ ૨૯ જયોતીગ્રામ ફીડર બંધ થયા છે. જયારે એગ્રીકલ્ચર ફીડરમાં રાજકોટનાં ૨૨, મોરબીનાં ૨૯, પોરબંદરનાં ૩૭, જુનાગઢનાં ૪, જામનગરનાં ૧૭૧, ભુજનાં ૧૧૪, અંજારનાં ૬૭ મળી કુલ ૪૪૪ એગ્રીકલ્ચર ફીડરો બંધ થઈ ગયા છે અને જામનગરમાં એક અર્બન ફિડર બંધ થયું છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૪૭૪ જેટલા ફીડરો બંધ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.