Abtak Media Google News

શહેરમાં લોકડાઉન-4માં છૂટછાટ મળતા જ લોકો વહેલી સવારથી રસ્તા પર આવી ગયા હતા. પાન માવાની એજન્સીઓમાં વસ્તુઓ લેવા માટે વેપારીઓની પણ લાંબી કતારો લાગી હતી. લોકોની ભારે ભીડ જોઈ પાન-માવાની એજન્સીઓ બંધ કરવામાં આવી હતી.

1 10 Scaledલોકોની ભારે ભીડ ઉમટી જતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બીજીતરફ હેર શલૂનની દુકાનોમાં પણ વહેલી સવારથી લોકો નંબર લગાવીને બેઠા હતા.

ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કરી નવી ગાઈડલાઈનની જાહેર કરી હતી. જે અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી વસ્તુને છૂટ આપવામાં આવી છે.

6 1 Scaledજ્યારે નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં તમામ દુકાનો ખોલવા મંજૂરી આપી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી કતાર લાગી છે.

7 2 Scaled

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.