Abtak Media Google News
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ બાળકોને સ્પાઈસી સ્પૂન હોટેલમાં માનભાવતું ભોજન પણ કરવાયું
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડે ને બદલે વાત્સલ્ય દિવસ ઉજવી વંચિત બાળકોને પ્રેમ આપવા વૈભવી ૫૦ કારના કાફલામાં ૧૫૦ જેટલા બાળકોને જોય રાઈડનો આનંદ કરાવી સ્પાઈસી સ્પૂન હોટેલમાં મનભાવતા ભોજનીયા કરાવ્યા હતા.
Img 20180214 Wa0055
વેલેન્ટાઈન ડે નહિ પણ વાત્સલ્ય દિવસની ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રેમની અભિવવ્યક્તિનો ફક્ત એક જ દિવસ હોય ! અમારા પ્રમાણે તો નહીં જ !! ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે…પ્રેમનો દિવસ.. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રેમ અને સ્નેહ અને વાત્સલયના સમન્વય તેમજ જેમાં સર્વેનો સમાવેશ કરનારી સંસ્કૃતી… પ્રેમ એટલે પામવું નહિ આપવું તે ઉક્તિ મુજબ આજે ગરીબ વંચિત બાળકોને વૈભવી કારમાં ફેરવવા આવ્યા હતા.
Img 20180214 Wa0056
વેલેન્ટાઇન ડે ના દિવસને ધિક્કારવા કે શુભેચ્છાઓ પાઠવવા કરતા ખરેખર વાસ્તવિક રૂપમાં વાત્સલય વરસાવીને તેમજ વેલેન્ટાઈન દિવસ ઉજવવા નક્કી કરી  યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વેલેન્ટાઈન દિવસે  ને “વાત્સલ્ય દિવસ” તરીકે ને ઉજવીને પછાત વિસ્તારના ગરીબ બાળકો વૈભવી ગાડીઓમાં બેસાડીને શહેરમાં “આનંદની સફર” (જોયરાઇડ) કરાવી મોરબીની શ્રેષ્ઠ ગણાતી સ્પાઈસી સ્પૂન હોટલમાં  જમાડવામાં આવ્યા હતા.
Img 20180214 Wa0057
આપવાનો આનંદ માં માનતા યંગ ઇન્ડિયા ગ્રુપની આ અનોખી ઉજવણી ને કારણે બાળકો આનંદિત થયા હતા અને અવિસ્મરણીય અનુભૂતિ મેળવી કિલ્લોલ કરી અનોખો માહોલ સર્જી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.