Abtak Media Google News

આપણાં દેશનાં રામ રાજય સર્જવાની મહાત્મા ગાંધીજીની ખ્વાહિશ હતી, તેમણે તેમની જીવન યાત્રા  દરમ્યાન તેમણે એક માત્ર શ્રી વિજય ભટ્ટ નિર્મલી એક માત્ર ફિલ્મ નિહાળી હતી ‘રામ રાજય’ એમનો આદર્શ હતો. શ્રીરામ એમની પ્રેરણામૂર્તિ હતા. રાજા હરિચંન્દ્રે એમને સત્યનો મંત્ર આપ્યો હતો. પ્રેમ અને અહિંસાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી, છતાં ભારતના સ્વાતંત્ર્ય સેંગ્રામના તેઓ મહારથી રહ્યા હતા. અને બ્રિટીશ સામ્રાજયને પરાજિંત કરીને ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.

રામરાજનાં પર્યાવરણ સર્વાંગ સુંદર અને વિશુઘ્ધ હતું  પરિ અને આવરણ શબ્દોના સુયોજનથી બનેલા શબ્દને પર્યાવરણ કહે છેે. પરિનો અર્થ ચારે બાજુ અને આવરણનો અર્થ ઢંકાયેલો અર્થાત આચ્છાદિન થાય છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ ને વાયુ એ પાંચ તત્વોનો ખેલ આ જગત કહેવાયું… આ પાંચ તત્વોનાં સંતુલિત વાતાવરણને પવિત્ર સંશુઘ્ધ, પર્યાવરણ કહે છે. આ સંતુલન બગડતાં પ્રત્યેક અસર પડે છે. પ્રદૂષિત પર્યાવરણ અનેક રોગોને જન્મ આપે છે.

આપણી પ્રાચીન સંસ્કૃતિ અરણ્ય અથવા તપોવન સંસ્કૃતિ નામથી જાણીતી રહીછે. પરંતુ આજના પ્રગતિવાદને લીધે એનું સ્વરુપ અસ્તિત્વ વગરનું થઇ રહ્યું છે.રામરાજયમાં શારીરિક, આઘ્યાત્મિક, ભૌતિક, દુ:ખોની મુકિત મળી ગઇ હતી. તેનું મુખ્ય કારણ તે સમયે કોઇપણ પ્રકારનું પ્રદુષણ ન હતોું કોઇપણ વ્યકિત રોગથી પીડાતી નહોતી તેમજ અલ્પ આયુમાં મૃત્યુ પામતી નહોતી. બધા લોકો સ્વચ્છ અને બુઘ્ધિશાળી હતા. સાક્ષર અને વિદ્યાવાન, ગુણવાન અને કૃતજ્ઞ હતા.રામ રાજયમાં ‘પાપ’હતું જ નહિ.પાપથી પાપીની હાનિ થતી નથી, પરંતુ વાતાવરણ પ્રદૂષિત થાય છે અને તેનાથી રોગ ઉત્પન્ન થાય છે.

રામરાજયમાં આદર્શ સાહિત્યનું લોકો વાચન કરતા હતા. અને પાલન પણ કરતા હતા લોકો ચારિત્રવાન અને સંસ્કારી હતા. જે રાજયમાં રાજા પોતાની પ્રજાનું લાલન પાલન, પોતાના પુત્ર-પુત્રી જેવું કરતા હોય ત્યાંનો સમાજ નિશ્ચીતપણે હરહંમેશ પ્રસન્ન ચિત્ત અને સમૃઘ્ધ રહે છે, જેની અસર પર્યાવરણ સંબંધિત બધી બાબતો પર ખુબ જ સારી જ થતી હોય એ સ્વાભાવિક છે.

શ્રી રામચરિત માનસમાં ગોસ્વામી શ્રી તુલસીદાસે  મર્યાદા પુ‚ષોત્તમ, શ્રીરામ અવધપુરમાં સિંહાસન પર આ‚ઢ થતાંની સાથે જ બધી જગ્યાએ આનંદ છવાઇ ગયો એવું જણાવ્યું છે. બધા જ ભય, શોક દૂર થઇ ગયા હતા અને શારીરિક, માનસિક, ભૌતિક દુ:ખોથી લોકોને મુકિત મળી ગઇ હતી એવું પણ દર્શાવાયું છે.

શ્રી ભરતજીએ રામાયણમાં જણાવ્યું છે કે રામરાજયના વિલક્ષણ પ્રભાવથી બધા લોકો નીરોગી અને દ્રષ્ટ બન્યા હતા. સમયસર અમૃતસમાન વરસાદ પડતો હતો. ઠંડી હવા સુખદ અનુભવ કરાવતી વહેતી બધા લોકો વિચિત્ર પ્રકારના ફૂલો અને આહલાદક સુગંધથી મહેકતી વાટિકા તૈયાર કરતા રહ્યા હતા. વૃક્ષારોપણ, બાગબગીચા, ફળફૂલવાળા છોડ, અને કલાત્મક વેલોની ખૂબસૂરતી ચોમેર સત્યમ શિવમ સુન્દરમની વિવિધ રમણીયતા વિસ્તરની નજરે પડતી હતી.

રામ રાજયમાં નગરની શોભા અવર્ણનીય હતી. કૂવા, વાવ અન તળાવો, પાણીથી ભરચકક રહેતા હતા. કૂવાની પગથીઓ સુંદર અને સુવિધાજનક હતી, પાણી શુઘ્ધ અને નિર્મળ રહેતું હતું.અવધપુરીમાં સૂર્ય કુંડ, વિદ્યાકુંડ, સીતાકુંડ, હનુમાન કુંડ, વરિષ્ઠ કુંડ, ચક્રતીર્થ વગેરે તળાવ હતા. જે પ્રદુષણ રહિત હતા. નગરની બહાર અશોક, સંતાનક, મંદાર, પારિજાત, ચંદન, ચંપક, પ્રમોદ, આમ્ર, પનસ, કદંબ તથા તાડના વૃક્ષોના અને તાડનાં વૃક્ષોનાં અનેક વનો હતાં.

ગીતાવલિમાં પણ સુંદર વનો – ઉપવનો હતા.રામરાજયમાં જુદા જુદા સ્થળે જુદા જુદા ઘાટ બાંધેલા હતા. કોઇપણ ઠેકાણે કાદવ-કીચડ નહોતાં. પાણી ભરવાના ઘાટ અલગ જયાં કોઇપણ વ્યકિત સ્નાન કરતી નહોતી. સ્નાન કરવા માટેના ઘાટ અલગ હતા, જયાં ચારે વર્ણના લોકો સ્નાન કરતા હતા.

રામરાજયમાં પ્રત્યેક પક્ષીઓ અને પશુઓ સહિતની જીવસૃષ્ટિ એક જ કુટુંબના હોય એમ હેત પ્રેમથી રહેતાં હતાં.એમપણ દર્શાવાયું છે કે, રામરાજયમાં પક્ષીઓને ભણાવવામાં આવતાં અને સંસ્કારી બનાવી સુંદર, રમણીય વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું.

રામરાજયની બજાર અંગેની વ્યવસ્થાની તુલના થઇ શકે તેમ નથી. રાજદ્રાર ગલી, ચોકડીી, બજાર અને શેરીઓ સ્વચ્છ, આકર્ષક અને સુન્દર હતા. તમામ વેપારીઓ ઇમાનદાર હતા. ગરીબાઇ-શ્રીમંતાઇ નહોતા.જે છોડ ચારિત્ર્ય નિર્માણમાં મદદરુપ થાય તેવા છોડ વધારે રોપવામાં આવતા હતા. અને તેનું વિશેષ ઘ્યાન આપવામાં આવતું હતું.

સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય નિર્માણ માટે ખુબજ ઉપયોગી તુલસીના છોડની ઉપકારકતાને ઘ્યાનમાં રાખીને ઋષિ મુનિઓ રામરાજયમાં નદીઓ અને તળાવોને કિનારે વાવતા અને વિકસાતા હતા. દરેક લોકોના ઘરને આંગણે તુલસીનો છોડ રહેતો અને તેની સમીપે દીવો કરીને તેનું પૂજન થતું હતું.રામરાજયમાં ચંદ્રમાં શીતળતા અને સૂર્ય ઉષ્મા ઊર્જા જેટલા જોઇએ એટલા પ્રમાણમાં આપતા હતા.

બધી નદીઓ શ્રેષ્ઠ, શીતળ, નિર્મળ, સ્વાદિષ્ટ અને સુખ-શાંતિ દેવાવાળા જળથી સદાય ભરપુર રહેતી હતી.રામરાજયમાં રાજા અને પ્રજા વચ્ચે પ્રેમ, સન્માન, પસ્પર પ્રેહ અને સુમેળતા અતૂટ રહેતા હતા.મનુષ્યો પરસ્પર પ્રેમ જોતા પશુ-પક્ષીઓ સહજ ભાવે વેર ત્યાગીને પ્રેમપૂર્વક સંપીને રહેતા હતા.પર્વતોમાં અનેક પ્રકારના મણિઓની ખાણો મળી આવતી હતી.

ગોસ્વામી તુલસીદાસે રામરાજયમાં પર્યાવરણ સંબંધમાં જે વાતો દર્શાવી છે તે જોતાં શાસક અને પ્રજાના સંયુકત ઉત્તરદાયિત્વથી પર્યાવરણ શુઘ્ધ નિર્મળ મળીરહે તે છ તે માટે શાસક તથા પ્રજા, એમ બન્નેના સહયોગથી ચિરંજન ચેતનાનો વિકાસ થઇ શકે અને રામરાજયની દિશામાં આગેપ્રયાગ થઇ શકે.

અત્યારે આપણા દેશની અને સમગ્ર વિશ્ર્વની સૌથી કસોટીજનક સમસ્યા પર્યાવરણને રક્ષવાની છે. પર્યાવરણનો વકરતાં રોકવાની છે!પ્રદૂષણ તેમજ પર્યાવરણ આપણા દેશને સારી પેઠે રોગીસ્ટ બનાવી શકે તેમ છે. આખું વિશ્ર્વ આવા ખતરા હેઠળ જીવી છે. આખી માનવજાતને એ ભરખી જાય તે પહેલા ‘રામરાજય’અને ‘રામાયણ’માંથી બોધપાઠ લઇએ એમાં જ ડહાપણ લેખાશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.