Abtak Media Google News

હત્યા કેસના મહત્વના સાહેદને રક્ષણ આપવા કોર્ટમાં પોલીસ બંદોબસ્ત માટે પોલીસ કમિશનરનો આદેશ: કોર્ટ સંકુલમાં થયેલી બઘડાટીના ઘેરા પ્રત્યાઘાતથી ઘાક બેસાડવા ઘડાયો એકશન પ્લાન

શહેરના જંગલેશ્ર્વના યુવાનની કોઠારિયા રોડ પર અઢી વર્ષ પહેલાં થયેલી હત્યા કેસની સુનાવણી દરમિયાન મહ્ત્વના સાહેદની જુબાની અટકાવવાના ઇરાદા સાથે કોર્ટ કમ્પાઉનમાં બંને પક્ષે થયેલી બઘડાટી અને આંખમાં મરચુ છાંટવાની ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી. કોર્ટ સંકુલમાં થયેલી બઘડાટીના ઘેરાપ્રત્યાઘાત પડયા હતા અને સાહેદને રક્ષણ આપવા તેમજ કોર્ટમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવા પોલીસ કમિશનરે આદેશ કરી કાયદાનો ભંગ કરનારને કાયદાનું ભાન કરાવવા કડક કાર્યવાહી કરવાની આપેલી સુચનાથી પોલીસ દ્વારા શહેરમં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.

છોકરીના પ્રશ્ર્ને જંગલેશ્ર્વરના યુનુસ કરીમ નામના યુવાનની રજાક જામનગરીના પુત્ર ફારૂકે ગત તા.૧૭-૮-૧૬ના રોજ કોઠારિયા રોડ પર કરેલી હત્યાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી શરૂ થતાં મુસ્લિમ સમાજ દ્વારા બંને પક્ષે સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ સમાધાન શકય ન બનતા અદાલતમાં જુબાની લેવાની શરૂ થઇ હતી. હત્યા કેસના મહત્વના સાહેદની જુબાની બાદ પોતાના પુત્રને સજા થાય તેમ જણાત રજાક જામનગરી કારસો રચી મહત્વના સાહેદનો કોર્ટમાં આવતો અટકાવવા પ્રયાસ કરાયાના આક્ષેપ થઇ રહ્યા છે. જ્યારે સામાપક્ષે હત્યાનો બદલો લેવા પિતા-પુત્ર પર આંખમાં મરચુ છાટી તિક્ષ્ણ હથિયારથી હુમલો થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા અઢી વર્ષથી જેલમાં રહેલા ફારૂક રજાક જામનગરીને પોલીસના બંદોબસ્ત સાથે કોટ૪ મુદતે લાવવામાં આવ્યો ત્યારે રજાક જામનગર તેના બીજા પુત્ર સાથે કોર્ટમાં મળવા માટે પહોચી ગયા હતા. કોર્ટમાં ફરિયાદ પક્ષના મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીની જુબાની હોવાથી કોર્ટ કમ્પાઉનમાં ભારે ઉતેજના સાથે ફરિયાદ પક્ષના લોકો પણ મોટી સંખ્યામાં કોર્ટમાં ઘસી આવ્યા હતા.

પ્ર.નગર પોલીસે જંગલેશ્ર્વર મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા ઇકબાલ અજીજ પીપરવાડીયાની ફરિયાદ પરથી જાવીદ રજાક સંધી અને રજાક ઉર્ફે જામનગરી અલ્લારખા સંધી સામે ગુનો નોંધ્યો છે. ઇકબાલ અને મુખ્ય સાહેદ હુસેન સતાર નાથાણી કોર્ટમાં આવ્યા ત્યારે હુસેન પાસે રજાક અને તેના પુત્ર જાવેદે રૂ.૫૦ હજારની ઉઘરાણી કરી માથાકૂટ કરી છરી બતાવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જ્યારે જામનગર રોડ પર બજરંગવાડી સંજયનગરમાં રહેતા રજાક ઉર્ફે જામનગરી અલ્લારખા સંધીએ ઇકબાલ પીપરવાડીયા, મુસ્તાક અજીજ, રહેમાન રસુલ, કરીમ આમદ, રજાક કરીમ અને ગુલમામદ આમદ નામના શખ્સોએ આંખમાં મરચુ છાંટી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. રજાકના પુત્ર ફારૂકની હત્યા કેસમાં કોર્ટ મુદતે મળવા આવ્યા ત્યારે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

યુનુસ પીપરવાળીયા હત્યા કેસના મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીની જુબાની આપતો અટકાવવા માટે રજાક જામનગર દ્વારા કાવત‚ રચીને સશસ્ત્ર અથડામણ કરાવ્યાના આક્ષેપ થઇ રહ્યા છે. મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીનો પત્તો ન હોવાથી પોલીસે તેની શોધખોળ હાથધરી છે. દરમિયાન ઘટના સ્થળે ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી દોડી ગયા હતા અને મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીને શોધીને તાત્કાલીક પોટેકશન સાથે જુબાની પુરી કરવા આદેશ કર્યો છે. યુનુસ કરીમની હ્ત્યા બાદ રજાક જામનગર પરિવાર સાથે બજરંગવાડી વિસ્તારમાં રહેવા આવી ગયો છે. પોલીસ સલાહકાર સમિતીમાં ત્રણ વર્ષ સુધી સેવા આપનાર રજાક જામનગરી જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતો ત્યારે અનેક વિવાદમાં સંડોવાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હુસેન સતાર નાથાણીની જુબાની ગઇકાલે લઇ શકાય ન હતી તેમજ તેના મકાનને તાળુ હોવાથી પોલીસ રક્ષણ આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ કરી હત્યા કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.