રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગના પાંચ  કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા

નવા વર્ષની ઉજવણી કરવા રેસકોર્ષ પાર્કમાં ટેક્ષ આસિસ્ટન્ટે દારૂની મહફેલી યોજી’તી ; ઇન્સ્પેકટર, સ્ટેનોગ્રાફર સહિત પાંચ જેલહવાલે

દિવાળીના તહેવારોમાં દારૂની રેલમ- છેલમ વચ્ચે રેશકોર્ષ પાર્કે શેરી નંબર 02 માં દારૂની મહેફિલ માણતા ઇન્કમટેક્સ કચેરીના ચાર અધિકારી પ્ર નગર પોલીસની ઝપટે ચડી જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચારેય અધિકારીને ઈંગ્લીશ દારૂની બોટલ સપ્લાય કરનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રેસકોર્સ પાર્ક પાસે બ્લોક નંબર 103માં  દારૂની મહેફિલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પ્ર નગર પોલીસ સ્ટેશનના પી.આઈ  એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી એસ.આઈ કે.ડી.પટેલ, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ફૂલદીપસિંહ રાણાની ટીમે દરોડો પાડી દારૂ પીધા પછી ડમડમ હાલતમાં બેઠેલા ટેક્ષ આસિસ્ટન્ટ સુધીરકુમાર રામકુમાર યાદવ (રહે.રેશકોર્ષ પાર્ક)  , ઇસ્પેક્ટર  આશિષ રાજસિંગ રાણા (રહે. કેન્દ્રાચલ ભવન) , રવિન્દ્ર સજ્જનસિંગ સિંધુ, સ્ટેનોગ્રાફર દેવેન્દ્રકુમાર ભાનું પ્રસાદસિંગ, રામ પ્રસાદ બળવતસિંગ ખત્રી (રહે.આયકર ગૃહ વાટિકા )ની ધરપકડ કરી પોલીસે રૂમની તલાશી લીધી હતી. 30 મિનિટ પૂર્વે જ દારૂની મહેફિલ માણી ગોસિપ કરી રહ્યાનું પાંચેય ઇન્કમટેક્સ અધિકારીએ કબૂલાત આપી હતી.

Loading...