રાજકોટ જિલ્લાની ૮ બેઠકમાં ૨૦.૬૪ લાખ મતદારો, ૧૭૮૦૯નો ચૂંટણી સ્ટાફ

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તૈયારીઓની આપી વિગતો

રાજકોટ જિલ્લા આઠ બેઠક સહિત પ્રથમ તબકકાની ૮૯ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્વની કામગીરીઓ પૂર્ણ થઈ ચૂકી છે જે અંગેની વિગતો આપવા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેશ પંડયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ ચૂંટણીની કામગીરી વિશે તેમજ ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણીનું મહત્વ અને પોલીંગ સ્ટાફની કામગીરી પર પ્રકાશ પાડયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ૨૦૬૪૭૫૯ મતદારો છે. જે મતદારો પ્રવાસ પર ગયા હોય અને ઘર બંધ હોવાથી વોટર સ્લીપ મળી ન હોય તેઓને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વોટર સ્લીપ મળી જશે. જિલ્લામાં ૯૫.૩૬ ટકા મતદારોને વોટર્સને મળી ચૂકી છે.

વધુમાં તેઓએ ચૂંટણી કર્મચારીઓ વિશે જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરી માટે નિમાયેલા માઈક્રો ઓબ્ઝર્વરોને કુલ બે તાલીમ અપાઈ ચૂકી છે. વધુમાં ૨૫૦ જેટલા માઈક્રો ઓબ્ઝર્વરો રિઝર્વ રખાયા છે. જ‚ર પડયે તેઓની મદદ પણ લેવાશે. માઈક્રો ઓબ્ઝર્વરનું ફાઈનલ રેન્ડમાઈઝેશન આજ સાંજ સુધીમાં કરાશે. જિલ્લામાં ૯૮૬૮નો પોલીંગ સ્ટાફ તેમજ ૧૭૮૦૯નો કુલ સ્ટાફ ચૂંટણી દરમિયાન કાર્યરત રહેશે.

ચૂંટણી સ્ટાફનું મતદાન થઈ ચૂકયું છે અને તેઓના બેલેટ પેપરને સબ ટ્રેઝરી ઓફિસના સ્ટ્રોંગ ‚મમાં રખાયા છે. આ ઉપરાંત મતદાન બાદ મત ગણતરીમાં વીવીપેટ માટે સેપ્રેટ કાઉન્ટર રાખવામાં આવશે જેનું ટેબલ મોટુ હશે. વીવીપેટની સ્લીપોને ૨૫ના થપ્પામાં ગોઠવી ગણતરી કરવામાં આવશે.

વધુમાં ડો.પાંડેએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૨૧૫૮ મતદાન મથકો છે. જિલ્લાની ૮ બેઠકોમાં કુલ ૮૦૦ જેટલી રેલીઓને મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં તેઓએ ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક વિશે જણાવ્યું કે, આ બેઠક પર સમગ્ર રાજય મીટ માંડીને બેઠુ છે. માટે આ બેઠક પર કંઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મતદાનના દિવસે દર ૨ કલાકે મતદાનના આંકડા વોટ્સએપ ઉપર ચૂંટણી તંત્ર દ્વારા મુકવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ૨૦૦ બુથ ઉપર વેબકાસ્ટીંગ થશે. જેમાં ડિજીટલ કેમેરા વડે ક્ધટીન્યુ રેકોર્ડીંગ થશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ અંતમાં જણાવ્યું કે, મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં પ્રચાર કે બેનર લગાવી શકાશે નહીં. ઉપરાંત મતદાન મથકથી ૧૦૦ મીટરના વિસ્તારની અંદર વાહન લઈ જવું હોય તો રીટર્નીંગ ઓફિસરની મંજૂરી લેવી પડશે.

Loading...