Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય પ્રાંત ડો. ઓમપ્રકાશ સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ

રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ-૭પ ICU અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ કરાશે

૧૬ લાખ સ્કેવર ફિટ બાંધકામમાં હોસ્પિટલ-ટીચીંગ એકેડેમિક બ્લોક  હોસ્ટેલ-સ્ટાફ કવાર્ટસ- આયુષ માટે બ્લોક ઔષધિ સ્ટોર્સ સહિતની સુવિધા વિકસાવાશે

રાજ્ય સરકાર તરફથી માળખાકીય સુવિધાઓ-જરૂરી મંજૂરીઓ ત્વરાએ આપવા  વિજયભાઇ રૂપાણીની સૂચના

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.

AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

 

આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.

Untitled 1

રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. ૭પ૦ બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે તેની વિગતો પણ  વિજયભાઇ રૂપાણીને આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવાયું કે ૨૦૦ એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ સંકુલમાં કુલ ૧૬ લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલીટીનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.

રાજકોટ AIIMSનું કામ નજીકના ભવિષ્યમાં વેગવંતુ બની રહ્યુ છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કરેલી આ સમીક્ષાથી કામગીરીમાં વધુ ગતિ આવશે.

આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ મતી જયંતિ રવિ, આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરે, ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટ AIIMS માટે મેન્ટર ઇન્સ્ટીટયૂટ તરીકે નિમાયેલ AIIMS જોધપૂરના પ્રતિનિધિઓ અને ડિઝાઇન ક્ધસલટન્ટઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.