Abtak Media Google News

નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓ માટે અઢળક ઇનામોની વર્ષા: રઢિયાળી રાતના આખરી દિવસે ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા: અબતક રજવાડી રાસોત્સવના આયોજક પર મહેમાનો અને ખેલૈયાઓ આફરીન

નવલી નવરાત્રી મહા પર્વનો કાલે અંતિમ દિવસ હતો ત્યારે ઠેર ઠેર ખેલૈયાઓ ગઇકાલે પુરા જોશ અને ઉમંગ સાથે ઝુમિયા હતાં.અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓ માટે રમવાનો કાલે છેલ્લો દિવસ હતો ત્યારે ‘અબતક રજવાડી રાસોત્સવ’ને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાપડયો હતો. નવરાત્રીના નવે નવ દિવસ પારિવારિક વાતાવરણમાં અને ચુસ્ત સીકયુરીટી સાથે ‘અબતક રજવાડી નવરાત્રી મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. અને ગઇકાલે મેગા ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. અને મધરાતે ‘અબતક રજવાડી રાસોત્સવ’નું સમાપન કરાયું હતું.નવે નવ દિવસ આયોજકો દ્વારા નવુ નવુ પીરસવામાં આવ્યું હતું. અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવા દરરોજ મહાનુભાવોના હસ્તે લાખેણા ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ગઇકાલે ‘અબતક રજવાડી રાસોત્સવ’માં ડેઇલી પ્રિન્સ-પ્રિન્સેસ અને ભૂલકાઓને આકર્ષક ઇનામો અપાયા હતા.નવે નવ દિવસ ખેલૈયાઓએ નવા સ્ટેપસ નવા જુસ્સા અને જોમ સાથે નવરાત્રી મહોત્સવને વધાવવા ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘અબતક રજવાડી રાસોત્સવ’ના આયોજન પર મહેમાનો આફરીન થયા હતાં.તેમજ ‘અબતક રજવાડી રાસોત્સવ’માં આયોજકો દ્વારા ફુડ ઝોનથી લઇને ભવ્ય સાઉન્ડ સિસ્ટમ તેમજ ખેલૈયાઓ માટે ચુસ્ત સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા નવે નવ દિવસ બેમુન આયોજન કરાયું હતું. ગઇકાલે ‘અબતક રજવાડી રાસોત્સવ’ને નિહાળવા હજારો લોકો ઉમટીયા હતા આયોજકોને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.‘અબતક રજવાડી મહોત્સવ’ને સફળ બનાવવા માટે ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, વાઇસ ચેરમેન રામભાઇ અજાણી, વાઇસ પ્રેસીડેન્ટ મોહિત વઘાસીયા, સેકેટરી જે.પી. હિરાણી, વાઇસ સેક્રેટરી હેરી પ્રજાપતિ, ઇવેન્ટ કો. ઓડીનેટર ગૌરવ પટેલ, હિતેષ સાકરીયા ઓર્ગેનાઇઝ ગૌતમ ગોસ્વામી ભરત પટેલ, જીતેન જડીયા, વિજય ઠુંમર, જયદીપ ખુંટ, વનરાજ ચાવડા, ખોડીદાસ પાંભર, કેવલ લુણાગરીયા વસીમ ડાકોરા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.અબતક રજવાડી ૨૦૧૭ના ફાઇનલીસ્ટ ખેલૈયાએ રાજગઢવીને જણાવ્યું હતું કે આજે હું મેગા ફાઇનલમાં પ્રિન્સ બન્યો છું છેલ્લા ૬ વર્ષથી હું અહીં જ રાસ રમવા આવું છું અહીં ખુબ જ મજા આવે છે આવતા વર્ષે પણ હું અહીં જ રમવા આવીશ આજે ફાઇનલમાં પ્રિન્સ બન્યો છું ખુબ ખુશ છું.અબતક  રજવાડી રાસમહોત્સવ ૨૦૧૭ના ફાઇનલીસ્ટ ખેલૈયા મીતા પટેલે જણાવ્યુ હતું કે રજવાડી જેવલ રમવાની બીજે કયાંય મજા નથી આવતી છેલ્લા ૩ વર્ષથી હું રજવાડી રાસોત્સવને સંગ ગરબા રમુ છું. અને આજે જયારે ફાઇનલ રમી છું હું કવીન બનુ કે નહી એ મહત્વ નથી પરંતુ અહી જે સાથસહકાર અને આનંદથી રમવાની મઝા આવે છે તે અનોખી છે.અબતક રજવાડી રાસોત્સવ ૨૦૧૭ના કવીન એવા દેવાંગી ભેસદડીયાએ જણાવ્યું હતું કે હું તો એમ જ કહીશ કે રાજકોટનું બેસ્ટ ડાંડીયા રજવાડી જ છે અને મને વિશ્ર્વાસ હતો કે હું ૧૦૦ ટકા કવીન બનીશ જ અને આજે એ સાર્થક થયું અહીંની વ્યવસ્થા વિશે કહું તો ખુબ જ મઝા આવે છે ખાસ તો છોકરીઓ માટે પુરેપુરી સેફટી છે. સાઉન્ડ સિસ્ટમ પણ ખુબ સારી છે અને બીજી વાત કહીએ તો આજુ હું કવીન બની છું હું અબતક રજવાડી રાસોત્સવોનો ખુબ જ આભાર વ્યકત કરું છું.અબતક રજવાડી રાસોત્સવના ફાઇનાલીસ્ટ જયદેવસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે અબતક રજવાડી રાસોત્સવનું ખુબ જ સુંદર આયોજન પૂર્ણ થયું છે. અમારે આ ત્રીજુ વર્ષ છે. પારીવારીક વાતાવરણ અહીં અમોને નવ દિવસમાં મળ્યું છે. અને ખાસ તો રિયાઝ કુરેશી જે સ્વરે ગાય છે તેમાં અમોને રમવાની ખુબ મઝા આવે છે. અમે પરિવાર સાથે રમીએ છીએ અને અહીંના આયોજક વિશાલ પટેલ અને અબતકનો ખુબ આભાર વ્યકત કરીએ છીએ.અબતક રજવાડીના આયોજક અને નિર્ણાગક એવા મોહિત વઘાસીયાએ જણાવ્યું હતું કે ખેલૈયાઓની રમવાની સ્ટાઇલ, તેના હાવ ભાવ અને ખાસ ડ્રેસ સેન્સ પરથી તે પ્રીન્સ કે કવીન બનશે તે નકકી કરીએ છીએ. હું છેલ્લા છ વર્ષથી હું રજવાડી સાથે જોડાયેલો છું. અમારા ખેલૈયા પણ દર વર્ષે એવી જ આશા રાખે છે કે રજવાડી સિવાય કયાય નથી રમવું. પારીવારીક વાતાવરણમાં અમો આયોજન કરીએ છીએ.૮ નોસ્ત્રા દરમીયાન રજવાડીમાં એક પણ એવો અણબનાવ બન્યો નથી ખાસ તો અબતક મીડીયા અને પોલીસ સ્ટાફનો સપોર્ટ છે. જેથી અમારુ આયોજન સફળ બન્યું છે.અબતક રજવાડીના આયોજક એવા વિશાલભાઇ સગરે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમારા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીતભાઇ કામાણી, વા. પ્રેસીડેન્ટ જે.પી. હિરાણી, અને બીજી બધા આર્ગેનાઇઝરો દ્વારા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી સુંદર આયોજન કરીએ છીએ. અહીં ખેલૈયાઓ સરળતાથી રમી શકે તે માટે પુરા ગ્રાઉન્ડમાં નેટ પાથરીને રમવાનું આયોજન કરીએ છીએ. ભવિષ્યમાં પણ અમો આનાથી વધુ સુંદર આયોજન કરશું.અબતક રજવાડી રાસોત્સવના આયોજક એવા જીતેન જરીયાએ જણાવ્યું હતું કે સતત છઠ્ઠા વર્ષે રજવાડી  રાસોત્સવનું આયોજન કર્યુ છે. એક પણ પ્રકારના વિઘ્ન વિના આજે આ રાસોત્સવ પૂર્ણ કરેલ છે. ખેલૈયાઓ માટે મોટા ઇનામો રાખ્યા છે. ખાસ તો અબતક મીડીયા અને પોલીસના સાથ સહકારથી સફળ આયોજન પૂર્ણ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.