રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં 41 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો

139

રાજકોટ સતત સાત દિવસ સુધી તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા હતા. આજે આઠમાં દિવસે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ આ જ વિસ્તારમાંથી નોંધાયો હતો. પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને રજા પણ આપવામાં આવી દીધી છે. ત્યારે આ જ વિસ્તારમાંથી ફરી પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનું કારણ બન્યું છે.

રાજકોટમાં આજે 27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 26 દર્દીના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે એકને પોઝિટિવ રિપોર્ટ આવતા રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 11 થઇ છે. રાજકોટ અને ગુજરાતનો પ્રથમ પોઝિટિવ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો.

Loading...