Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ : વધુ ૨૭૭ પોઝિટિવ, ૧૨ના મોત

રાજકોટમાં કોરોના કાળચક્ર યથાવત રહ્યું છે. ગઈ કાલે રાત થી અત્યાર સુધીમાં રાજકોટની જુદી જુદી હોસ્પિટલમાં વધુ ૯ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.જેમાંથી પાંચ દર્દીઓ રાજકોટના જ હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં વધુ ૨૭૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે અને ૧૨ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બનતા ગઈ કાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દોડી આવ્યા હતા. પરંતુ હજુ પણ કોરોના વધુ ખતરનાક બનતો દેખાઈ રહ્યો છે. રાજકોટના પાંચ સહિત સિટી હોસ્પિટલમાં કુલ ૯ મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ વધી રહ્યો છે.જેમાં રાજકોટમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હનિફાબેન અક્બરશા શાહમદાર (ઉ.વ. ૭૦) મોરબી, મંજુલાબેન જશમતભાઈ અકબરી (ઉવ.૫૫) બાલંભિડી તા.કાલાવડ, નથુભાઈ પ્રેમજીભાઈ મેરાણીયા (ઉવ.૬૦) સુકાવાડા તા.બાબરા, રમણીકભાઇ કરુણાશંકર જાની (ઉવ.૮૦) પરસાણાનગર, રાજકોટ, મોંઘીબેન ભલાભાઈ વાઘેલા (ઉવ.૬૦) રામનાથપરા,રાજકોટ, કાજલબેન ઘેલાભાઈ સરાલા (ઉવ.૨૧) જુનિજેલ પાસે,રાજકોટ, પરસોતમભાઇ બાબુભાઇ ઉનડકટ (ઉવ.૮૩) જનતા સોસાયટી, રાજકોટ, કેશુભાઈ હરજીભાઇ પરાખીયા (ઉવ.૬૦) પ્રતાપુર તા.જસદણ, ચેતનભાઈ હરગોવિંદભાઈ કાનાબાર (ઉવ.૫૫) સોમનાથ સોસાયટી-૨ રાજકોટના એ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગઈ કાલે સાંજે વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા એક દિવસમાં વધુ ૪૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં પણ કોરોનાની પરિસ્થિતિ વકરતી જાય છે. જૂનાગઢ જિલ્લામાં વધુ બે કોરોનાગ્રસ્ત દકરડીઓના મોત નિપજ્યા છે. અને ક મૃત્યુ ૩૬ પર પહોંચ્યા છે.

જ્યારે ગઈ કાલે જૂનાગઢમાં વધુ ૩૧ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ મેસની સંખ્યા ૮૦૦ને પાર પહોંચી ગઈ છે.મોરબીમાં વધુ ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા ગઈ કાલે વધુ ૨૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓ વધતા દિવસ દરમિયાન લોકોથી ધમધમતી લાતીબજાર હવેથી ફક્ત અડધો દિવસ જ ચાલુ રહેશે. સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં જામનગર, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સદંતર વધતા આરોગ્ય વિભાગ ચિંતામય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.