Abtak Media Google News

હાઈકોર્ટમાં કલાસ-૪ની ૧૧૪૯ જગ્યાઓ માટે આવતીકાલથી ઓનલાઈન અરજી સ્વીકારાશે

દેશની ૬ પેરામીલીટરી ફોર્સમાં ૫૫,૦૦૦ જગ્યાઓની ભરતી અંગે કહેતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, સીઆરપીએફ તેમજ બીએસએફની જગ્યાઓ તાત્કાલીક ધોરણે ભરવામાં આવશે. દિલ્હી પોલીસની હાઈ લેવલ મીટીંગમાં નિર્ણય લેવાયો હતો કે, ખાલી જગ્યાઓની ભરતી માટે સ્પેશ્યલ મેકેનિઝમ ઉભુ કરાશે. તેમજ પાયલોટ લેવલે ભરતી માટે સમય બાંધણુ કરવામાં આવ્યું છે.

છેલ્લા બે વર્ષમાં ૧.૩૫ લાખ યુવાનોની ભરતી પેરામીલીટરી ફોર્સમાં કરવામાં આવી છે. આ ભરતીમાં ડીએસપી તરીકે ૨૩૩ પોસ્ટ અને ડીઆઈજી માટે ૧૪૦ પોસ્ટ આપવામાં આવી છે. આ ભરતી માટે વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ડાયરેકટ રીક્રુટમેન્ટ, પ્રમોશન અને પ્રોવિઝન દ્વારા યુવાઓને તક આપવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં ચોથા વર્ગની ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. જેના ફોર્મ માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. આ પોસ્ટ માટેના ઈન્ટરવ્યુની તા.૧૭ ફેબ્રુઆરી રહેશે. પોસ્ટ માટે અરજી ૧લી નવેમ્બર બપોરે ૧૨ કલાકથી લઈને ૩૦ નવેમ્બરના રાત્રે ૧૨ વાગ્યા સુધી કરી શકાશે.

ગુજરાત હાઈકોર્ટનું ઓફિશ્યલ નોટીફીકેશન જોવા માટે હાઈકોર્ટની વેબસાઈટ ઉપર એપલાય કરવું. ઓનલાઈન અરજીની ફી તા.૩૦ નવેમ્બર સુધીમાં જમા કરાવવાની રહેશે. હાઈકોર્ટની ૧૧૪૯ જગ્યાઓમાં જનરલ માટે ૬૫૩, એસસી માટે ૭૩, એસટી માટે ૧૫૭, પછાત વર્ગ માટે ૨૬૬ એમ કુલ ૧૧૪૯ જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.