Abtak Media Google News

જેતપુરમાં ટ્રેકટરની ઠોકરે માતાની નજર સામે માસુમનું મોત

પડધરી તાલુકાના ગુંદાળા ગામે રહેતા પ્રૌઢએ જુની બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી જીવન ટુંકાવ્યું હતું. જયારે અન્ય બનાવમાં જેતપુરમાં જુનાગઢ હાઇવે પાસે ચાલીને જતા માતા-પુત્રીને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું કમકમાટી ભયુૃ મોત નિપજયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ગુંદાળા ગામે રહેતા રાણીબેન દાનાભાઇ મકવાણા નામના પપ વર્ષના પ્રૌઢને ઘણા સમયથી પગની બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

જયારે અન્ય બનાવમાં જેતપુરમાં ગીતાબેન વિપુલભાઇ પોતાની છ માસની માસુમ પુત્રીને લઇ ચાલીને જતા હતા ત્યારે રેલવે ફાટક પાસે ટ્રેકટર ચાલકે હડફેટે લેતા માસુમ બાળકીનું કમકમાટી ભર્યુ મોત નિજપતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ રહ્યો છે પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી વધુ કાયવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.