આપણા દેશમાં જૂઠું બોલવાની હરિફાઈ ચાલે છે એમ જણાયા વિના રહેતું નથી

આપણા રાજનેતાઓ અને રાજકર્તાઓ તો જુઠું બોલવામાં પાવરધા હોવાની ટકોર થતી રહી છે. વાચ્યા વિના જ તેઓ પરીક્ષામાં પાસ થઈ જવાનું પ્રાવીણ્ય ધરાવે છે આપણા ગઝલસમ્રાટ શ્રી ઘાયલે આવા ખોટા બોલા મહાનુભાવોને સંબોધીને લખ્યું છે કે, ‘સાવજૂડું શું કામ બોલો છો? કોંક સાચી જબાન’ તો આપો ! ગેલું ઘેલું મકાન તો આપો ! ધૂળ જેવુંય ધાન તો આપો ! અહીં જુઠું બોલવાની હરિફાઈ થતી રહી છે. કેવી કમનશીબી આ દેશના પ્રજાજનોની છે !

રાજગાદીના ચૂંટણીલક્ષી રાજકારણને અને મતિભ્રષ્ટાના રાક્ષસને જયાં સુધી આ દેશમાંથી દેશવટો નહિ અપાય ત્યાંસુધી આ દેશમાં સતયુગના ચાંદા-સુરત ઉગે એ વાતમાં અને કોરોનાસમા શ્રાપનું શમીકરણ થાય એ વાતમાં માલ નથી!…

જે દેશના રાજકર્તાઓ આચારવિચારમાં સ્પષ્ટવકતા નથી એ દેશનું અધ:પતન કોઈ અટકાવી શકે નહિ !

અત્યારની પરિસ્થિતિમાં, જયારે મનુષ્યો અને રાજનેતાઓ જુઠું બોલવાની હરિફાઈમાં રચ્યા પચ્યા રહે છે, તથા દેશદાઝનું અને નીતિમતાનું જાણે નામું નાખી દઈને નિરંકુશ પણે રાચે છે ત્યારે એવો ભય રહે જ છે કે આપણા દેશ માટે કોરોનાગ્રસ્ત જ રહેવાનું હાલતૂર્ત અફર રહેશે.

આપણા દેશની પ્રજાએ સ્વાતંત્ર્ય પ્રાપ્તી પછીએ દુષ્ટો વેઠવામાં અને જાતજાતની પીડા ભોગવવામાં કશું જ બાકી રાખ્યું નથી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાને જ શસ્ત્રો બનાવીને આપણા દેશને અનોખું નેતૃત્વ આપ્યું અને કદાવર અંગ્રેજી સલ્તનને નમાવીને સ્વતંત્રતા મેળવી આપીએ એક અસાધારણ ઘટના હતી આજે આ મહાપુરૂષ સદેહે આપણી વચ્ચે નથી છતા તેઓ ડગલે ને પગલે આપણી આસપાસ છે જ ! આપણા દેશની વર્તમાન વિષય પરિસ્થિતિમાં તેઓ સાંભર્યા વિના રહ્યા નથી.

અહીં જાતજાતની હિંસા પ્રવર્તે છે. તરેહ તરેહની હિંસા પ્રવર્તે છે. હિંસાના અનેક સ્વરૂપો છે. હિંસાની વ્યાખ્યા પણ વિભિન્ન બનતી ગઈ છે.

આપણા ગઝલ સમ્રાટ શ્રી અમૃત ઘાયલ વર્ષો પહેલા એવી ટકોર કરી હતી

‘મેલુ ઘેલુ મકાન તો આપો

ધૂળ જેવું ય ધાન તો આપો

સાવ જુઠું શું કામ બોલો છો?

કોક સાચી જબાન તો આપો !

અહીં લગભગ બધા જ ક્ષેત્રે જુઠું બોલવાની જાણે હરિફાઈ ચાલી રહી છે. અહીં રોજી રોટી અને મકાન માટે કરોડો લોકો ટળવળે છે.

આપણે કયાં છીએ? ભ્રષ્ટાચારે સમગ્ર રાષ્ટ્રને ભરડામાં લીધું છે. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી રહ્યું, બહારનાં દુશ્મનો તો દેખાય છે, તેનો સામનો કરવો સહેલો છે. પણ આપણે તો ‘લૂંટો ભાઈ લૂંટો’ જેવી એક ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. રાષ્ટ્ર પ્રેમ અને દેશ પ્રેમ એ તો ઈતિહાસની વાતો બની ગઈ છે. આ સમગ્ર પરિસ્થિતિમાથી બચવું હોય તો ઉપાય એક જ છે. આપણે એક બનીએ ભલી જાવ હવે કે કોઈ રાજકારણી, પક્ષ કે વ્યકિત આપણને બચાવી શકશે. આપણી એકતા જ એક માત્ર ઉપાય છે. અને આ એકતા થશે આપણી સ્વચ્છતાની ફરજ બજાવીને અસહકાર નહી સહકાર યુગની શરૂઆત કરીને.

ગાંધીને સાંભળ્યા વિના છૂટકો નથી એ જ આપણો રાહબર બની શકે તેમ છે આઝાદી પછી આપણું શિક્ષણ આપણને સ્વચ્છતાની એક નાની એવી આદત પ્રત્યે પણ જાગૃત નથી કરી શકયું આના જેવી બીજી મોટી કરૂણતા કંઈ હોઈ શકે ? આજના શિક્ષણે આપણને શ્રમવિહોણા, કર્તવ્યવિહોણા, ભયભીત અને માયકાંગલા બનાવ્યા છે. તો માત્ર શાસ્ત્રોની વાતો જ રહી છે. શું ? આજે મેકોલેનો વાંક કાઢવા કરતા આપણે આપણા જ દોષ જોઈએ એ જરૂરી છે, આપણે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છીએ જે રાષ્ટ્રનું શિક્ષણ જ બજારૂ ચીજ બની જાય એ રાષ્ટ્રનો બચવાનો કોઈ ઉપાય નથી.

Loading...