Abtak Media Google News

જૂની કલેકટર કચેરી અને ઈન્ડિયા બેંક ખાતેથી ફોર્મનું વિતરણ, ૧૫મી સુધી વિતરણ ચાલુ રહેશે ક્ષ ૨૨ થી ૨૬ ઓગષ્ટ સુધી રેસ્કોર્સ મેદાનમાં લોકમેળો ‘મલ્હાર’ યોજાશે: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ સુધી લોકમેળો મલ્હાર યોજાનાર છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી ચલાવવામાં આવી રહી છે. હાલ જૂની કલેકટર કચેરી અને ઈન્ડિયન બેંક ખાતેી લોકમેળાના સ્ટોલ-પ્લોટ માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાંચ દિવસમાં ૭૦૦ ફોર્મ ઉપડયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર પ્રાંત-૧ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાલ લોકમેળા સંબંધીત તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મેળાને છત્તીસગઢના એક પ્રવાસન સ્ળ મલ્હારનું નામ આપવામાં આવ્યું છે. વધુમાં સૌરાષ્ટ્રનો સૌી મોટો મેળો હોવાી સૌરાષ્ટ્રભરના લોકો રાજકોટના લોકમેળામાં આવે છે ત્યારે લોકોને સરળતા રહે તેમજ કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકમેળામાં રમકડા, ખાણીપીણી, ચકરડી, આઈસ્ક્રીમ સહિતના કુલ ૩૩૮ સ્ટોલ અને પ્લોટ માટે જૂની કલેકટર કચેરી તેમજ શાી મેદાન ખાતે આવેલ ઈન્ડિયન બેંક ખાતેી ફોર્મનું વિતરણ ગત તા.૫ના રોજી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમ દિવસે ૧૪૪ બીજા દિવસે ૧૫૬ તેમજ ત્રીજા દિવસે રજા હોવાી ઝીરો બાદમાં ચોા દિવસે ૨૧૬ અને પાંચમા દિવસે ૧૬૧ સહિત અંદાજીત ૭૦૦ જેટલા ફોર્મનો ઉપાડ યો છે.

ફોર્મનું વિતરણ આગામી ૧૫મી સુધી કરવામાં આવનાર છે. ત્યારબાદ રમકડાના ૧૭૮, ખાણીપીણીના ૧૧૬, ચકરડીના ૫૨ અને કોર્નર રમકડાના ૩૨ પ્લોટોનો ડ્રો તા.૨૬ના રોજ હાથ ધરવામાં આવનાર છે. જ્યારે ૪૪ રાઈડ્સના પ્લોટની હરરાજી તા.૩૦ના રોજ કરવામાં આવશે. બાદમાં તા.૩૧ના રોજ આઈસ્ક્રીમના ૧૬ ચોકઠાની હરરાજી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ લોકમેળા કી વહીવટી તંત્રને કરોડો રૂપિયાની આવક તી હોય છે. બાદમાં આ આવકની રકમ વિવિધ સામાજીક કાર્યો પાછળ ખર્ચવામાં આવતી હોય છે. ગત વર્ષે લોકમેળા આયોજન સમીતી દ્વારા નફામાંથી સામાજીક સંસને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી ર્એ પોલીસને મોટી રકમનો ચેક પણ આપવામાં આવ્યો હતો. આમ આ નફો લોકઉપયોગી કાર્યો પાછળ ખર્ચવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.