નવરાત્રીમાં લવિંગથી કરો માઁ દુર્ગાની પૂજા પૂરી થશે દરેક મનોકામનાઓ

જયોતિષ શાસ્ત્રમાં લવિંગને બુધનો મસાલો માનવામાં આવે છે

લવિંગમાં અનેક પ્રકારના ચમત્કારી ગુણ રહેલા છે. લવિંગને એક અદભુત પ્રભાવ વાળો ચમત્કારી ગરમ મસાલો માનવામાં આવે છે લવિંગ પોતાના રંગ અને ગુણને કારણે શનિ અને બુધમાં મસાલો માનવામાં આવે છે. લવિંગનો દૈવી પૂજામાં વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લવિંગથી પૂજા કરવાથી અનેક પ્રકારના લાભ થઈ શકે છે.

લવિંગનો આ પ્રયોગ મનોકામના પૂર્તિ માટે શ્રેષ્ઠ

નવરાત્રી દરમિયાન માતાજીની શ્રદ્ધા પૂર્વક કરવામાં આવતી પૂજા મનોકામના પૂર્ણ કરે છે. લવિંગનો આ પ્રયોગ કરવાથી ભાવિકોની તમામ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. આ પ્રયોગમાં વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે લવિંગને કાળા દોરામાં બાંધી તેની માળા બનાવવી. લવિંગની બનાવેલી આ માળા નવરાત્રીના કોઈપણ દિવસે માતાજીને અર્પણ કરવી. માળા અર્પણ કરતી વખતે ભાવિકે પોતાની મનોકામનાઓ પુરી કરવા માટે માઁ દુર્ગાને પ્રાર્થના કરવી. લવિંગની આ માળા ત્યાં સુધી મતાજીના ગળામાં રાખવી જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય. જ્યારે પણ મનોકામના પુરી થાય એ સમયે માતાજી ને ચડાવેલી લવિંગની માળા નદીના પ્રવાહમાં પધરાવવી. લવિંગનો આ પ્રયોગ કરવાથી અચૂક ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે.

108 લવિંગનો પ્રયોગ શત્રુઓ – વિરોધીઓને કરે છે શાંત

નવરાત્રીની આઠમ કે નૌમની તિથિએ 108 લવિંગનો પ્રયોગ કરવાથી શત્રુઓ અને વિરોધીઓને શાંત કરી શકાય છે. જેના માટે આઠમ કે નૌમના દિવસે હવનકુંડમાં નવાર્ણ મંત્રોચ્ચારની સાથે એક એક લવિંગ હવનમાં હોમતા જવાનું . બધા લવિંગ હોમાય જાય ત્યારબાદ પ્રજ્વલિત અગ્નિ દેવની જ્વાળાને શત્રુઓ અને વિરોધીઓને શાંત કરવાની પ્રાર્થના કરવી.

Loading...