Abtak Media Google News

ગુજરાત સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં આવેલા ઘડગાંવ તાલુકાના ભુશ્યા પોઈન્ટમાં નર્મદા નદીમાં બોટ પલટતાં 30 લોકો ડૂબ્યાં હતાં. જેમાંથી 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે પાંચની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ સરકારી બોટ દ્વારા ડૂબેલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે વસતાં આદિવાસીઓમાં મકરસંક્રાતિ પછીના દિવસે સ્નાન કરવાની એક પ્રથા હોય છે.

મંગળવારે બોટ સામે કિનારે જતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.બોટની કેપેસિટી 10 લોકોની હતી. જ્યારે બોટમાં 30થી વધુ લોકોને બેસાડી દેવાતાં બોટ ડૂબી ગઈ હતી.

બોટમાં 30થી વધુ લોકો હતાં. પરંતુ બોટ ડૂબી ત્યારે મોટા તરતાં આવડતું તે મોટી ઉંમરના લોકો તરીને સામા કિનારે પહોંચી ગયાં હતાં. જ્યારે તરતાં નહોતું આવડતું તે મૃતકોમાં સૌથી વધુ 2થી 4 વર્ષા બાળકો અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.