Abtak Media Google News

હરિજનવાસ- વણકરવાસ સહિતના વિસ્તારોમાં પાલિકાએ તમામ વિકાસ કામો કર્યા હોવાનો ઉપપ્રમુખનો દાવો

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ના પછાત વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક લોકો દ્વારા  કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ મારવા મુદ્દે આજે પાલિકા ઉપપ્રમુખ ભરત જારીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૧૩ માં તમામ કામો થયેલા છે અને હજુ પણ આ વિસ્તારમાં વધુમાં વધુ સુવિધા આપવા પાલિકા કટિબદ્ધ છે. ગઇકાલની બોર્ડ મારવાની ઘટનાનું ખંડન કરતા પાલીકા ઉપપ્રમુખ ભરત જારીયાએ જણાવ્યું હતું કે વણકર વાસ અને હરિજનવાસના તમામ મુખ્યમાર્ગો,અને શેરીઓ ગલીઓમાં પહેલેથી જ પાકા સી.સી.રસ્તા બનેલા છે.તેમ છતાં અમુક જગ્યાએ ચોમાસાના કારણે રોડ બનાવવો જરૂરી જણાતાં આખા વિસ્તારમાં ફરીને સી.સી.રોડ અને ગટરના કામ લીધેલા છે જેમાં ગટરના કામ ચાલુ થઈ ગયેલ છે અને વણકારવાસના તમામ રસ્તાઓ ફરીથી બનાવવા માટેના કામને મંજૂરી કરી શ્રીજી ક્ધટ્રક્શનને વર્ક ઓર્ડર પણ આપી દીધેલ છે. તેમજ આ સિવાય વોર્ડ નંબર ૧૩ માં રસ્તા,ગટર અને લાઈટના કામો પૂર્ણ થયેલ છે જેમાં વજેપર , વાઘપરા, લોહાણાપરા, બોરીચવાસ, ફખરીપાર્ક, નિલકમલ સોસાયટી સહિતના વિસ્તારમાં તમામ શેરીઓના રસ્તાના કામ પુરા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે વણકરવાસ અને હરિજનવાસમાં અત્યંત આધુનિક કોમ્યુનિટી હોલ બનાવવાનું પણ આયોનન કરેલ છે ત્યારે આ વિસ્તારના વિરોધપક્ષના કાઉન્સિલર અને અમુક બની બેઠેલા લે ભાગું તત્વો ખોટો અપપ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરે છે.

આ સંજોગોમાં ખોટી અફવા ફેલાવનારાઓને ઉપપ્રમુખ ભરત જારીયાએ ખુલ્લું આમંત્રણ આપી આ વિસ્તારના વિકાસ કામો જોવા હોય તો સાથે આવવા પડકાર ફેંક્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.