Abtak Media Google News

કોર્ટમાં ધમાલ મચાવનાર આધેડ વયના આરોપી સામે બી ડિવિઝનમાં નોંધાયો ફરજ રૂકાવટનો ગુનો

મોરબીની ચીફ જયુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં આજે કોર્ટમી કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મુદતે હાજર રહેલા આધેડને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજુઆત માટે ઉપસ્થિત રહેવા જજે કહેલ હતુ અને અન્ય ન્યાયિક કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આધેડે કોર્ટમાં ઉભા થઇને જજને કહેવા લાગેલ કે મુદતની તારીખ કેમ નથી આપતા?, મને તમે કેમ બેસાડી રાખો છો ? અને પૈસા લઇને તમે માણસાઇ મુકી દીધી છે, કુદરત નહી છોડે અને હુ તને ખોટા કેસોમાં ફસાવી દઇશ તે સહિતના અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને જજની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી અને આધેડ ઇરાદાપૂર્વક અદાલતમાં પડી ગયા હતા બાદમાં તેઓને સ્ટ્રેચરમાં સારવાર માટે લઇ જતા હતા ત્યારે સ્ટેચરમાંથી ઉભા થઇ વકીલનો કાંઠલો પકડીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગેની બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાઇ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા અહેમદહુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે લખ્યું છે કે, ફોજદારી કેસ નં.૭૩૨૫/૧૯ ના કેસમાં રાજેશ કલ્યાણજીભાઇ ચૌહાણ, રામજીભાઇ માવજીભાઇ પરમાર અને મુળજીભાઇ દેવજીભાઇ સોલંકીનાઓ રહેલ છે અને અદાલત દ્વારા સમગ્ર દેનીક બોર્ડનુ કોલ આઉટ ચાલુ હતુ અને હાલના આરોપીઓનો પોકાર કરવામાં આવેલ જેથી હાલના આરોપીઓ અદાલત સમક્ષ હાજર થતા આરોપીઓને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજુઆત માટે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યુ હતુ જે બાદ અદાલત અન્ય ન્યાયીક કાર્યવાહી હાથ ધરતી હતી તે સમયે આરોપી મુળજીભાઇ દેવજીભાઇ સોલંકી અદાલતની કાર્યવાહીમા ઉભા થઈ  તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો ? અને પૈસા લઈને તમે માણસાઇ મુકી દીધી છે.

5.Friday 1

કુદરત નહી છોડે હુ તને ખોટા કેસોમાં ફસાવી દઈસ, તમામ જજ કુતરા છે. તેમ કહી અદાલતમાં ઉપસ્થીત પક્ષકારોની હાજરીમા, સ્ટાફની હાજરીમાં અદાલતની કાર્યવાહીમાં ઇરાદાપુર્વક વિક્ષેપ કરી, હુ તને જોઇ લઈશ તેવી ધમકી આપેલ છે આરોપીના આ ક્રુત્યના કારણે અદાલતની કાર્યવાહીને નોંધપાત્ર રીતે અસર થયેલ છે અને આરોપીના આ ક્રુત્યના કારણે ન્યાયની ગરીમાને સ્પષ્ટ રીતે લાંછન પહોચેલ છે આરોપીએ ઇરાદાપુર્વક પ્રીસાઇડીંગ ઓફીસરનું તથા કોર્ટનુ અપમાન કરેલ છે અને સમગ્ર અદાલતની કાર્યવાહીને અડચણ ઉભી થાઇ તેવુ કૃત્ય કરેલ છે તેમજ આરોપી દ્વારા ઉપરોક્ત શબ્દો બોલ્યા બાદ આ દાલતમાં પડી જવાનું નાટકે પણ કરવામાં આવેલ હતુ અને પડી ગયા બાદ મોબાઇલથી સુતા સુતા વાતો પણ કરતા હતા અદાલત દ્વારા ૧૦૮ એમ્બુલન્સ બોલાવવામાં આવેલ અને આરોપીને સ્ટ્રેચર ઉપર લઈ જવા પ્રયત્ન કરવા છતા આરોપી એ પેરામેડીકલ સ્ટાફને પણ સહકાર આપેલ ન હતો.ત્યાર બાદ મહામુસીબતે આરોપીને સારવાર અર્થે સ્ટ્રેચર મારફતે લઈ જવામાં આવેલ ત્યારે અદાલત પરીસરમા પ્રેકટીસ કરતા સીનીયર વકીલ એમ.આર.ઓઝાને પણ સ્ટ્રેચરમાથી ઉભા થઈ કાંઠલો પકડી, ફડાકો મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળો આપી, જીવલેણ હુમલો કરેલ છે.

આ બનાવ અદાલત ખંડમાં રહેલ સીસીટીવી ફુટેજ તથા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ લોબીમાં રહેલ કેમેરામાં પણ રેકોર્ડ થયેલ છે તથા ફોજદારી કેસ નં.૭૩૨૫/૨૦૧૮ ના રોજ કામમાં પણ આ બાબતની નોંધ થયેલ છે આમ આરોપીએ અદાલતની કાર્યવાહીને અસર થાય તે રીતે જાહેર સેવકની પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ઇરાદાપુર્વક અપમાન કરી જ્યુડીશ્યલ પ્રોસીડીંગમાં અંતરાય ઉભો કરેલ હોય અ૫શબ્દ બોલેલ હોય અદાલત પરીસરમાં પ્રેકટીશ કરતા કોર્ટ ઓફીસર એમ.આર.ઓઝા સાથે પણ બિભત્સ ગાળો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર અદાલત સંકુલમાં ભયનું વાતાવરણ ઉભુ કરેલ છે હાલમાં આઇપીસી કલમ ૧૮૬, ૨૨૮, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને બી ડીવીજન પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ આઇ.એમ.કેાંઢીયાએ તપાસ શરૂ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.