મોરબીમાં જીએસટીકર્મીઓ કોરોનાના કાર્યમાં વ્યસ્ત હોવાથી કચેરીનું કામકાજ ઠપ્પ

સિરામિક એસો. દ્વારા કલેકટરને રજૂઆત

કોરોના કહેર મોરબી જીલ્લામાં પણ જોવા મળી રહ્યો છે અને જીએસટી વિભાગના કર્મચારીઓને પણ કોરોના અંગેની કામગીરી સોપવામાં આવી હોય જેથી જીએસટી કચેરીના કામકાજો સમયસર ના થઇ સકતા હોવાનું જણાવીને સિરામિક એસો દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે

મોરબી સિરામિક એસો દ્વારા જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોના સર્વેની કામગીરીમાં જીએસટી કચેરીના વર્ગ ૩ ના સઘળા કર્મચારીઓને કામગીરી સોપેલ છે જેથી એક માસથી જીએસટી કચેરી બંધ જેવી છે વેપારીઓને જીએસટી ખાતા સાથે ઘણી બધી કામગીરી હોય છે જેમ કે રીફંડ જીએસટી રજીસ્ટ્રેશન, આકારણી આવી રીફંડ અને જીએસટી રજીસ્ટ્રેશન ન મળવાને કારણે વેપારીઓ પરેશાન છે જીએસટી ખાતામાં રીફંડ લેવા જાય તો કચેરીના વડા જણાવે છે કે સઘળો સ્ટાફ કોરોના સર્વે કામગીરીમાં એક માસથી રોકાયેલ છે

જેથી વેપારીઓની રજૂઆત અમારી પાસે આવતી હોય છે જેથી માંગ કરી છે કે જીએસટી વર્ગ ૩ ના કર્મચારીઓને રોટેશન અથવા ૫૦ ટકા સ્ટાફને જ કામગીરી સોપવામાં આવે અને બાકીના કર્મચારીને કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે જેથી વેપારી વર્ગને કોઈ તકલીફ ના પડે જેથી યોગ્ય કરવાની માંગ કરી છે

Loading...