Abtak Media Google News

જળઅભિયાન-૨૦૧૯ અંતર્ગત સામાજિક, સ્વૈચ્છિક, સહકારી સંસ્થાઓ આ અભિયાનમાં જનજન સાથે જોડાશે

વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની બીજા તબકકાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગર ખાતે પ્રારંભ કરેલ છે. જેના ભાગરૂપે આજરોજ મોરબીના આમરણ ગામે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર પાસેના તળાવ ખાતે સહકાર,રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ(સ્વાતંત્ર્ય હવાલો) વિભાગના રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

Img 7970

આ સંદર્ભે શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે જળસંચય કામગીરી માટે ૫૦ ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવી હતી. આ વર્ષે ૬૦ ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવશે. આ વર્ષે સમગ્ર રાજ્ય માં આ જળ અભિયાન લોક ભાગીદારી થી મિશન મોડ માં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સામાજિક, સ્વૈચ્છિક, સહકારી સંસ્થાઓ આ અભિયાનમાં જનજન સાથે જોડાશે. તેમ તેમણે જણાવ્યું હતું. જયારે સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં કુલ આશરે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦૦૯ લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે. જેનાથી આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. જેમાંથી ૬૦% રકમ સરકારશ્રી તથા ૪૦ % રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

Img 7991

અંતમાં ઇશ્વરસિંહ પટેલે મોરબી સિરામિક એશોસીએશન તરફથી આ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી માટે જે.સી.બી. ફાળવ્યા છે. તે બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમજ સાંસદશ્રી મોહનભાઇ કૂંડારીયાએ જણાવ્યું હતું કે, સરકાર પાણી ક્ષેત્રે ખૂબજ ગંભીરતા દાખવી છે.જળનો જીર્ણોધાર કરવાનો આ અભિયાન છે.ભવિષ્યની પેઢીને સુખી કરવા માટે આ પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે.સિરામિક એશોસીયેશન તરફથી રૂા.૧,૦૧,૦૦૦-૦૦ નો ચેક મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

Img 8032

જયારે પૂર્વમંત્રી રાધવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, પીવાના પાણી તથા સિંચાઇના પાણી માટે પાણીનો સંગ્રહ કરવો ખુબજ જરૂરી છે. ટીપે ટીપા પાણીના સંગ્રહ માટે એકજ ઉપાય છે કે આપણે આ જળઅભિયાન અંતર્ગત આપણા તળાવો ઉંડા ઉતારીને વરસાદી પાણીનો સંગ્રહ કરીએ.જેમાં આ કામગીરીમાં આપણે સહભાગી બનીએ.

Img 7993 1

આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધનમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇએ જણાવ્યું હતું કે,તળાવો ઉંડા ઉતારવાથી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. અને આવા સારા કામમાં આપણે જોડાયે જેથી તેનો ફાયદો આપણા ગામને થશે.

Img 8019

આ પ્રસંગે મહાનુભાવો તથા મહેમાનોના સ્વાગત પ્રવચનમાં કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યું કે, મોરબી જિલ્લામાં જળઅભિયાન કામગીરી માટે આશરે ૫ કરોડ ૬૩ લાખના ખર્ચે ૨૧૪ કામો આરંભવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે ૨૦૫ કામો સામે ૨૨૦ કામો પૂર્ણ કરેલ હતાં. અને આ કામો સો ટકા લોકભાગીદારીથી કરવામાં આવ્યા હતાં.

Img 7995

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા,પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, પા.પુ. કાર્યપાલક ઇજનેરશ્રી જૈન, પંચાયત સિંચાઇ કાર્યપાલક ઇજનેર ઉપાધ્યાય તેમજ વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.