Abtak Media Google News

યુવતી સહિત સાત-શખ્સો સામે નોંધાતો ગુનો

માણાવદરના એક યુવક તથા એક સગીરને એક યુવતી સહિતના ૭ શખસોએ પુર્વ આયોજીત કાવત્રૂ કરી, યુવતી સાથે અર્ધ નગ્ન ફોટા પડાવી, દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનું કહી, પોતે પોલીસ હોવાનુંં જણાવી, રૂ. ૫૦ લાખની માગણી કરી હોવાનું એક પ્રકરણ સામેે આવતા માણાવદર અને ઉપલેટા પંથક માં ચકચાર મચી જવા પામી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદર ના બહારપરા,  દેના બેન્ક ની સામે રહેતા વિજય લલીતભાઈ બાંટવીયા (ઉ.વ.૨૬) તથા એક સગીર સાહેદને  માણાવદરનાં સરદારગઢ પરામાં રહેતા દીલાવર ઉર્ફે કારો અસલમભાઈ કુરેશી તથા માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા હિતેન ઉર્ફે યુવી રાવલ નામના શખ્સોએ છોકરી સાથે સબંધ બંધાવી દેવાની લાલચ આપી, યુવક અને સગીરને માણાવદરથી  ઉપલેટા ગામ લઈ જઈ પુર્વ આયોજીત કાર્વત્રરા મુજબ અન્ય એક યુવતી તથા ત્રણ અજાણ્યા શખ્શોો ત્યાં હાજર હોય અને આરોપીઓએ પોતાનુ પુર્વ આયોજીત કાવત્રરૂ પાર પાડવાના ઈરાદે ૩ અજાણ્યા પુરુષોએ બળજબરી પુર્વક પૈસા પડાવવા માટે યુવક વિજય બાટવીયા તથા સાહેદ સગીરના અજાણી યુવતી સાથે અર્ધનગ્ન હાલતમાં ફોટા પડાવી,  પ્લાસ્ટીક પાઈપ વડે શરીરે આડેધડ માર મારી, આઈ.પી.સી. ૩૭૬ મુજબના સેન્શસ ટ્રેબલ ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી, રૂપીયા ૫૦ લાખની ખંડણી માંગી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરના બંને સખ્શો ફરિયાદી યુવક તથા તેની સાથેના સાહેદને ઉપલેટા લઈ ગયા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ દલાલ બની તથા ત્રણ અજાણ્યા શખ્સોએ સિવીલ ડ્રેસ માં પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી, અજાણી યુવતીને સાથે રાખી આ ગુનો આચર્યો હતો.

દરમિયાન માણાવદરના વિજય લલિતભાઈ બાટવિયાએ આ અંગે  માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે યુવકની ફરિયાદના આધારે માણાવદરના બે શખ્સો અને એક અજાણી યુવતી સહિત કુલ સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.