Abtak Media Google News

દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં એક આર્મી જવાનની પત્નીએ કાશ્મીરના માહોલને લઈને ફરજ પર જતા રોકવા જીવનનો અંત આણ્યાનો આઘાતજનક બનાવ બનતા પરીવારજનોમાં ભારે અરેરાટી પ્રસરી છે. તાજેતરમાં પુલવામા આતંકી હુમલાથી મૃતક મહિલા ભયમાં હતી ત્યારે પતિને ન જવાનું કહેતા પતિએ દેશની સુરક્ષા કાજે તો જવું જ પડશે તેવું કહેતા આવું અંતિમ પગલું લીધુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાના ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. તાજેતરમાં તેઓ માદરે વતન ખંભાળીયા આવ્યા હતા અને પરીવાર સાથે રજા ગાળતા હતા. દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુકાશ્મીરના પુલવામા આતંકીઓના વિનાશક હુમલામાં ૪૪ જેટલા સીઆરપીએફના જવાનો શહિદ થતા સમગ્ર દેશવાસીઓ ભારે વ્યથિત બન્યા હતા અને તેને લઈને આર્મી જવાન ભુપેન્દ્રસિંહ જેઠવાની રજા પણ ટુંકાવી દેશની રક્ષા માટે કાશ્મીર જવાની તૈયારી કરી હતી. આ દરમિયાન તેમના પત્ની મીનાક્ષીબા જેઠવા જે તાજેતરમાં પુલવામા હુમલાની ગભરાયે તેમને પતિ ભુપેન્દ્રસિંહને કાશ્મીર ન જવાનું કહેતા તેણે પત્નીને સમજાવી હતી કે ફરજનો આજ સમય છે અને મારે કોઈપણ સંજોગોમાં ડયુટી જોઈન્ટ કરવી પડે અને તેઓએ કાશ્મીર જવાની વાત પકડી રાખી હતી. જેથી તેમના પત્ની મીનાક્ષીબાએ વ્યથીથ થઈ અને ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લેતા આ આર્મી જવાનના પરીવાર પર આઘાતજનક આફત સર્જાઈ છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.