Abtak Media Google News

પંચાયતના સભ્યો અને ગામલોકોની ફરીયાદ આધારે કેશોદ પોલીસ દ્વારા 2 દિવસ પહેલા માટી ચોરી કરતાં 6 ટ્રેક્ટર અને 1 જેસીબીને પકડી પાડવામાં આવ્યા હતા.

શેરગઢ ગૌચર પેશકદમીવાળી જમીનમાં માટી ચોરી કરનાર (1) ચના અમરાભાઇ રબારી શેરગઢ, (2) હરેશ વિઠ્ઠલભાઇ હડવદિયા શેરગઢ, (3) રમેશ કરણાભાઇ સિંધવ વડાળા, (4) જીલુ સાદુરભાઇ સીસોદિયા માળિયા, (5) કાથળ રામભાઇ રાજાણી વડાળા, (6) વિક્રમ રામભાઇ રાજાણી વડાળા, (7) રામ દોલતસિંહ સીસોદિયા માળિયા વાળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે કલમ 379, 114 હેઠળ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ખનીજ હેરફેર સંગ્રહ નિવારણ 2005 ની કલમ  5, 8, 13 ધ માઇન્સ એન્ડ મીનરલ્સ ડેવલોપમેન્ટ રેગ્યુલેશન કલમ 4 (1)એ  21 મુજબ અન્ય ફરીયાદ પણ નોંધવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.