Abtak Media Google News

કેશોદ શહેરમાં જીઈબી દ્વારા ઉભા કરાયેલા ટ્રાન્સફર ફરતે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં અમુક સ્થળો પર સેફટીગાર્ડ ફીટ કરવામાં ન આવતા વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોવાનું મનાય છે.

કેશોદના આબાવાડી વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજના દરવાજા પાસે આવેલા ટ્રાન્સફર ફરતે સેફટીગાર્ડ લગાવવામાં ન આવતા પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ લેખિત ફરિયાદ કરી છે છતાં જીઈબી તંત્રના પેટનું પાણી હલતું નથી. કેશોદના કડવા પાટીદાર સમાજના દરવાજા પાસેના ટ્રાન્સફર નીચે શેરડીના રસનો ચીચોડો ચાલુ સ્થિતિમાં હોય ત્યારે નરી આંખે અકસ્માત થવાની સંભાવના છે ત્યારે જીઈબી દ્વારા સેફટીગાર્ડ ન લગાવતા કાંઈક રંધાયું હોવાનું ચર્ચાય છે.

કેશોદ શહેરમાં પહોંચ ધરાવતા વ્યવસાયિક સંસ્થાનો પાસે આવેલા ટ્રાન્સફર ફરતે સેફટીગાર્ડ ન લગાવી વ્હાલા-દવલાની નીતિ રાખ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. કેશોદ નગરપાલિકા દ્વારા નોટીસ આપી વગર મંજુરીએ શહેરના ગેરન્ટી પીરીયડવાળા સિમેન્ટ રોડ તોડી નાખ્યા છે તે અંગે આપેલી છે.

નગરપાલિકાની નોટીસથી જીઈબી તંત્રને કોઈ ફરક પડયો હોય તેવું જણાતું નથી. જુનાગઢ-વેરાવળ રોડ અને આબાવાડી કાપડબજારમાં સંખ્યાબંધ ટ્રાન્સફર સેફટીગાર્ડ વગરના છે ત્યારે ખરેખર શહેરીજનોની સલામતી ઈચ્છતી જીઈબી ભેદભાવ વગર બધે સેફટીગાર્ડ લગાવશે ખરી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.