Abtak Media Google News

કેશોદ શહેરમાં સવારના ૭ વાગ્યાથી મેઘરાજાની વાજતે ગાજતે એન્ટ્રી થઈ હતી જે અત્યારસુધી ચાલુ છે. કેશોદના લગભગ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયેલ છે તો બીજી તરફ કેશોદની આજુબાજુ આવેલા ખેતરોમાં પાણી ગોઠણ સુધી પહોંચે એટલા ભરાયા છે.

આ ઉપરાંત કેશોદ તાલુકાના બાલાગામથી બામણાસા તરફનો વિસ્તાર જે બોરીયા વિસ્તાર તરીકે ઓળખાય છે જે ખાતે ભારે વરસાદ પડતા નદીનો પાળો તુટી જતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યાં ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોને નુકસાન થયાની ભીતિ પણ વર્તાઈ રહી છે.

કેશોદની ઉતાવળી નદી અને ટીલોરી નદીમાં પુર તથા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો છે. કેશોદમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં પાંચ ઈંચ વરસાદ એકધારા વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મોસમનો કુલ ૧૩ ઈંચ વરસાદ થવા આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.